દાંડી દરિયાકિનારે ૬ યુવાનોના જીવ બચાવનાર હોમગાર્ડ જવાનોનું સન્માન કરતા નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ
- Local News
- May 26, 2023
- No Comment
ગત ૨૩/૦૫/૨૦૨૩ના રોજ નવસારી જિલ્લાના દાંડીબીચના દરિયામાં સુરત જિલ્લાના નાહવા પડેલા ૬ યુવાનો ઉંડા પાણીમાં ડુબતા બચાવવા દાંડી ખાતે ફરજ પર પાંચ હોમગાર્ડ જવાનોએ પોતાના જીવના જોખમે ડુબતા બચાવી કિનારા પર લાવી યુવાનોના જીવ બચાવવાની ઉમદા કામગીરી કરી હતી.

આજરોજ નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે જીવ બચાવનાર હોમગાર્ડ જવાનો જીજ્ઞેશભાઇ ટંડેલ, નિતિનભાઇ ટંડેલ, ચન્દ્રકાંતભાઇ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને દિવ્યેશભાઇ ટંડેલને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનવામાં આવ્યા હતા.