નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી PhD થયેલા આ યુવાને ત્રણ જિલ્લાના ત્રણસો ખેડૂતોની જાણી સમસ્યા

નવસારી કૃષિ યુનિવર્સિટીમાંથી PhD થયેલા આ યુવાને ત્રણ જિલ્લાના ત્રણસો ખેડૂતોની જાણી સમસ્યા

ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં સાંપ્રત સમયમાં હાઇટેક થઇ રહેલ ખેતી અને એની સાથે કદમતાલ મીલાવી રહેલ ખેડૂતમિત્રો વિષે ઘણી ચર્ચાઓ થતી રહે છે. દેશના કૃષિક્ષેત્ર અને કૃષિકારોના હિતાર્થે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સદુપયોગની તાતી જરૂરિયાત પર સમયાંતરે ભાર મુકાતો રહ્યો છે. આ સંદર્ભે ઉત્તમ ખેતી માટે જરૂરી સંસાધનો ખરીદવા માટે ખેડૂતોને પડતી હાલાકીઓના ઉકેલ તરીકે ઘણી બધી મોટી કંપનીઓ આ કૃષિલક્ષી સંસાધનો ઓનલાઈન ઉપલબ્ધ કરાવીને કૃષી ક્ષેત્ર અને કૃષિકારો માટે એમેઝોન, ફ્લીપકાર્ટ જેવી ગરજ સારી રહી છે.

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં પીએચડી કરેલ યુવકે સાડા આઠ મહિના ત્રણ જિલ્લામાં ફરીને 300થી વધુ  ખેડૂતોની રૂબરૂ મુલાકાત લઈ ટેક્નિકલ બાબતો અંગે ખેડૂતોને મૂંઝવતા મુદ્દાઓની બનાવી પ્રશ્નાવલી બનાવી ત્રણ ઇન્ટરનેશનલ અને એક નેશનલ કોન્ફરન્સ માં ભાગ લીધો હતો .મૂળ ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના વતની અને નવસારી કૃષિ યુનિવર્સિટીના પીએચ. ડી. (એગ્રીબીઝ્નેસ મેનેજમેન્ટ) ના વિદ્યાર્થી એવા કિરણકુમાર નટવરલાલ પટેલે, 10 જેટલા રિસર્ચ પેપર તૈયાર કિરણ પટેલ નામના યુવકે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં પીએચડી કરી છે. તેણે છેલ્લા આઠ મહિનામાં ત્રણ જિલ્લામાં ફરીને 300થી વધુ ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરી છે. આ મુલાકાતમાં તેણે ટેક્નિકલ બાબતો અંગે ખેડૂતોને મૂંઝવતા મુદ્દાઓની બનાવી પ્રશ્નાવલી બનાવી છે.

ખેડૂત પુત્ર એવા વિધાર્થીને કઈ રીતના વિચાર આવ્યો?

મૂળ ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના ઈલાવ ગામના વતની અને નવસારી કૃષિ યુનિવર્સિટીના પીએચ. ડી. (એગ્રીબીઝ્નેસ મેનેજમેન્ટ) ના વિદ્યાર્થી એવા કિરણકુમાર નટવરલાલ પટેલે તેઓના મેજર ગાઈડ ઇન્ટરનેશનલ મોટીવેશન ગુરૂ અને હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટ તજજ્ઞ ડો. મેહુલ જી. ઠક્કરના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ, ઈ-રીટેઈલીંગ ઓફ એગ્રી-ઇનપુટ્સ પર દક્ષિણ ગુજરાતના ભરૂચ,નવસારી તેમજ સુરત જિલ્લાના 300 ખેડૂતો પાસે જઈને વ્યક્તિગત મુલાકાત લીધી હતી અને ઇન્ટરવ્યૂના માધ્યમથી આ વિસ્તારના ખેડૂતોના મંતવ્યો તેઓએ જાણીને એકઠા કર્યા હતા.

પીએચડી વિધાર્થીએ કયા વિષય ઉપર સંશોધન કર્યું?

“આપણા ખેડૂતો હાઇટેક યુગ સાથે કદમતાલ મીલાવી રહ્યા હોવાના પ્રોત્સાહક પરિણામો મળ્યા છે. ખેતી માટે જરૂરી એગ્રી-ઇનપુટ્સ ઈ-રીટેઈલીંગના માધ્યમથી ઓનલાઈન ખરીદવાના ફાયદાઓ, એને લાગતીવળગતી માન્યતાઓ અને આ નવીનતમ પદ્ધતિમાં તેઓને પડી રહેલી મુશ્કેલીઓ અને તેના સમાધાન અંગે આ ત્રણ જીલ્લાના ખેડૂતોએ ખુલ્લા મનથી પ્રતિભાવો આપ્યા હતા.

એગ્રી-ઇનપુટ્સની ઓનલાઈન ખરીદીમાં સમય અને પૈસાની બચત સાથે હાડમારીથી છૂટકારો, ખરીદ પ્રક્રિયાની સરળતા, પ્રોડક્ટ્સની વૈવિધ્યતા અને એક સુખદ આહલાદક આનંદની અનુભૂતિ જેવા પરિબળો મુખ્યત્વે જણાવ્યા હતા.અંગે ત્રણ જિલ્લાના ખેડૂતોએ સાચા અને ખુલ્લા મનથી પ્રતિભાવો આપ્યા હતા. જેમાં એગ્રી ઇનપુટ્સની ઇ રિટેલિંગ કંપનીઓ ખેડૂતલક્ષી પોલિસી વિશ્વસનીયતા વ્યક્તિગત ધ્યાન અને ઉદ્ભવતા પ્રશ્નોનું સરળ સમાધાન જેવા પાસા ઉપર વધુ ધ્યાન આપે એવી અપેક્ષા પણ આ સંશોધનમાં સામે આવી છે.

સંસોધનમાં પ્રશ્નાવલીમાં મુખ્ય એક કોમન પ્રશ્ન કર્યો હતો?

ત્યારે હાલના ખેડૂતોને કયા પ્રકારની જરૂરિયાત છે તો જેમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો ઈ રિટેલિંગના માધ્યમથી એગ્રી ઇનપુટ્સ ખરીદવા માટે પ્રેરાય તે માટે ઓનલાઈન પ્લેટફોર્મ્સ સ્થાનિક અને ક્ષેત્રીય ભાષામાં સેવા આપે ગ્રામ્ય કક્ષાએ ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં વધારો કરવામાં આવે અને ખેડૂતોને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગ માટે જરૂરી કૌશલ્ય ની તાલીમ આપવામાં આવે એવી માંગ પણ ખેડૂતોએ કરી છે.

પીએચડી ડિગ્રી દરમિયાન કોનો સાથ અને સહકાર રહ્યો?કિરણકુમાર નટવરલાલ પટેલે આ અનોખા વિષય ઉપર પીએચ. ડી. સંશોધનમાં મેજર ગાઈડ ડો. મેહુલ જી. ઠક્કર ઉપરાંત માઇનોર ગાઈડ તરીકે યુનિવર્સિટીના એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શનના પ્રોફેસર એન્ડ હેડ ડો. આર. ડી. પંડ્યા અને રીસર્ચ કમિટીના સભ્ય તરીકે એગ્રીકલ્ચરલ સ્ટેટેસ્ટિકસના પ્રોફેસર એન્ડ હેડ ડો. હરેશ આર. પંડ્યાના સિંહફાળા સાથે એબીએમ કોલેજના ડો. રૂચીરા શુક્લા અને ડો. સ્વાતી શર્માનો પણ સહયોગ મળ્યો હતો.

કઈ કઈ જગ્યા ઉપર પ્રેઝન્ટેશન આપ્યા?

ડો. મેહુલ જી. ઠક્કરની ગાઈડશીપ હેઠળ પીએચ. ડી. પૂર્ણ કરનાર સૌપ્રથમ વિદ્યાર્થી તરીકે કિરણે આ અનોખા વિષય પર શ્રેષ્ઠતમ સંશોધનના સાર સ્વરૂપે મેજર ગાઈડ ડો. મેહુલ જી. ઠક્કર સાથે મળીને ૩ ઇન્ટરનેશનલ અને ૧ નેશનલ કોન્ફરન્સમાં ભાગ લઈને ૧૦ જેટલા રીસર્ચ પેપર્સ અને પોસ્ટર પ્રેઝન્ટેશન કરીને ૨ ઇન્ટરનેશનલ બેસ્ટ રીસર્ચ પેપર એવોર્ડ્સ અને ૧ નેશનલ બેસ્ટ પોસ્ટર એવોર્ડ પણ મેળવ્યા છે. જેમાંથી ૪ રીસર્ચ પેપર્સ નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ National Academy of Agricultural Sciences (NAAS) ના ઉચ્ચતમ રેટીંગ ધરાવતા પ્રતિષ્ઠિત નેશનલ અને ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પબ્લીશ પણ થઇ રહ્યા છે જે સંશોધનની ગુણવત્તા, ઉપયોગિતા-અગત્યતા અને યથાર્થતા પૂરવાર કરે છે. દક્ષિણ ગુજરાતના ખંતીલા, ઉત્સાહી અને મહેનતુ ખેડૂતોની દીર્ઘદ્રષ્ટિ ભર્યા અભિગમથી કરાતા ઈ-રીટેઈલીંગ ઓફ એગ્રી-ઇનપુટ્સ થકી ભારતના કૃષિકારો અને કૃષિક્ષેત્ર હવે વૈશ્વિક પ્રવાહો સાથે વ્યવસ્થાપનના કદમ ભરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *