
નવસારી અને સુરતના રહીશો એવા અનાવિલ પરિવારજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ના પ્રવાસે જતા ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મોત બે ગંભીર અને અન્ય 10 વ્યક્તિઓને નાની મોટી ઈજા
- Local News
- April 17, 2023
- No Comment
નવસારીના સાઈ મંદિર દાદા ટટુ મહોલ્લા ખાતે રહેતા જાણીતા બિલ્ડર મેહુલ અરવિંદભાઈ દેસાઈ તથા તેમના સુરત સ્થિત ભાઈ ડો.સમીર દેસાઈ વિગેરે પરિવારજનો સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ના પ્રવાસે ટેમ્પો ટ્રાવેલર GJ 27 X 8800 માં જતા હતા.
તે વેળાએ કરજણ નદી પાસે મોટા રસ્તા ખાતે ઉભી રહેલી એક ટ્રકમાં ટેમ્પો ટ્રાવેલર ચાલક સોહીલ ભાલડીયાએ ટેમ્પો ટ્રાવેલર પરનો કાબુ ગુમાવી ધડાકાભર અકસ્માત કરી દેતા પ્રવાસનો આનંદ કરુણ આક્રંદ માં ફેરવાઈ ગયો હતો.
ડો.સમીર અને મેહુલ દેસાઈના સગા એવા અમેરિકાથી ગત સપ્તાહે જ આવેલા 24 વર્ષના યુવાન ચિત્રાંગ દેસાઈનું આ અકસ્માતમાં કમ કમાટી ભર્યું મોત થયું છે આ ઘટનાની સાથો સાથ ટેમ્પો ચાલક સોહિલનું પણ મૃત્યુ થવા પામ્યું છે આ લખાય છે
ત્યારે ડોક્ટર સમીરના ધર્મપત્ની ડોક્ટર મીરા સમીર દેસાઈ તથા અન્ય એક વ્યક્તિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ મહાવીર હોસ્પિટલ સુરત ખાતે છે બાકીની 10 વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોમાં ઉત્સવી મેહુલ દેસાઈ, ઉષાબેન ઇન્દ્રવદન દેસાઈ હેમલતા મેહુલ દેસાઈ વિગેરેને ને નાની મોટી ઈજાઓ પહોંચી છે.