નવસારી કસ્બાપાર ખાતે મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

નવસારી કસ્બાપાર ખાતે મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત કાર્યક્રમને અનુલક્ષીને વાહનોની અવરજવર પર પ્રતિબંધ : વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. ૧૮/૦૪/૨૦૨૩ ના રોજ નવસારીના કસ્બાપાર ખાતે ટાઈડલ ડેમના ખાતમુહૂર્ત તથા જાહેરસભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે.જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષીએ મળેલી સત્તાની રૂએ મહાનુભાવોના કોન્વોય રૂટ પર કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે તા.૧૮/૦૪/૨૦૨૩ના રોજ સવારે ૬-૦૦ કલાકથી સમગ્ર કાર્યકમ પૂર્ણ થાય ત્યાં સુધી નાના મોટા વાહનનો અવર જવર પર પ્રતિબંધિત /ડાયવર્ઝન કરવામાં આવ્યા છે

જે અંતર્ગત નવસારી જિલ્લાના નવસારી તાલુકાના બે માર્ગોને પ્રતિબંધિત કરાયા છે જેમાં ધોળાપીપળા ઓવરબ્રીજથી આમરી કસ્બાપાર થી કસ્બા ત્રણ રસ્તા થઈ મરોલી તથા માણેકપોર ત્રણ રસ્તા તરફ આવતા– જતા વાહનો પર પ્રતિબંધ, નવસારીથી વિરાવળ પુલ–માણેકપોર ત્રણ રસ્તા–કસ્બાપાર રસ્તા થઈ મરોલી ચાર રસ્તા પર આવતા– જતા વાહનો પર પ્રતિબંધતા.૧૮ /૦૪ /૨૦૨૩ ના રોજ સવારે કલાક ૬-૦૦ કલાક થી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ પ્રતિબંધિત માર્ગોના વૈકલ્પિક માર્ગો તરીકે ધોળાપીપળા ઓવરબ્રીજ થઈ કસ્બા ત્રણ રસ્તા થઈ મરોલી તરફ જતા વાહનો માટે ધોળાપીપળા ઓવર બ્રીજથી નેશનલ હા.નં .૪૮ થઈ વેસ્મા ચાર રસ્તા થઈ ડાભેલ ગામ થઈ મરોલી તરફ જઈ શકશે . ધોળાપીપળા ઓવરબ્રિજ થઈ કસ્બા ત્રણ રસ્તા થઇ નવસારી તરફ જતા વાહનો માટે ધોળાપીપળા ઓવરબ્રીજથી ને.હા.નં.૪૮ પર ગ્રીડ ચાર રસ્તાથી નવસારી તરફ જઈ શકશે. નવસારી વિરાવળ પુલ– માણેકપોર-કસ્બા ત્રણ રસ્તા થઇ મરોલી ચાર રસ્તા પર જતા વાહનો નવસારીથી જુનાથાણા સર્કલ–કાલીયાવાડી–ગ્રીડ ચાર રસ્તા ને.હા.નં.૪૮ વેસ્મા ચાર રસ્તા થઇ ડાભેલ ગામ થઈ મરોલી તરફ જઈ શકશે એ ઉપરાંત માણેકપોર ગામ થઇ ટંકોલી થઇ મરોલી તરફ જઈ શકશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *