નવસારીમાં અનન્ય ભાવે સેવા કરતા સ્નેહ સેતુ ટ્રસ્ટ નો રક્તદાન શિબિર વ્યાપક સફળ:ધારાસભ્ય સહિત આગેવાનોએ અનન્ય સેવા કાર્યોને બિરદાવ્યા
- Local News
- April 16, 2023
- No Comment
સ્નેહ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રેડક્રોસ નવસારી ના સહયોગથી યોજાયેલા મેગા રક્તદાન શિબિરમાં પ્રમુખ ચેતનાબેન બિરલા એ શહેરના મહાનુભાવો અને રક્તદાતાઓ તથા સખાવતીઓ દ્વારા અમારા શુભ કાર્યક્રમ સતત સફળ બની રહ્યા છે આ મેગા રક્તદાન શિબિરમાં આજે દસ વિરાંગનાઓ સતત રક્તદાન કરે છે એને બિરદાવવા સાથે નિવાસી અધિક કલેકટર કેતનભાઇ જોશી 67 મી વાર રક્તદાન માટે પધાર્યા છે ત્યારે આનંદ અને ગૌરવની લાગણી આચાર્ય નેહાબેન વ્યાસ અને નરેન્દ્ર બિરલા વિગેરેની સાથે અનુભવું છું

રક્તદાન શિબિર દરમિયાન 57 વખત રક્તદાન કરનાર રેખાબેન નરેશભાઈ પટેલ 39 વખત રક્તદાન કરનાર માધવીબેન મિતેનભાઈ મહેતા 38 વાર રક્તદાન કરનાર જાગૃતિબેન અજયભાઈ માકા દેસાઈ 34 રક્તદાન કરનાર હીનાબેન કાંતિલાલ બારોટ 19રક્તદાન કરનાર ત્રિપુટી નારીઓ દર્શના ડેલીવાળા લીનાબેન દીપકભાઈ ગીતો, બીનીતા દારૂવાલા તથા દસ વાર રક્તદાન કરનાર દિવ્યાંગ બહેન નિકિતા છગનભાઈ પટેલ અને 21 વાર રક્તદાન કરનાર સોનિયા દેવેશ પટેલ સહિત 67 રક્તદાન કરનાર અધિક જિલ્લા કલેકટર કેતન જોશી નું અભિવાદન થયું હતું.

આ શિબિરમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ નવસારીના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ જીગીશ શાહ તેમજ શિક્ષણ સમિતિ અધ્યક્ષ અને 77 વાર રક્તદાન કરનાર અજયભાઈ દેસાઈ ઉર્ફે માકા વિગેરે સહિત રેડ ક્રોસના પદાધિકારીઓ જયંતીભાઈ નાયક તુષારભાઈ દેસાઈ તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મેગા શિબિર ને સફળ બનાવવા નવસારી ના સામાજિક અગ્રણી હરીશભાઈ મંગલાણી, મોઢ ઘાંચી સમાજના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર ગાંધી પુરોગામી પ્રમુખ સંજય ગાંધી નિવૃત્ત પોલીસ અધિકારી ચંદ્રકાંત ગાંધી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય નેહાબેન વ્યાસે અને પ્રાસંગિક વક્તવ્ય ધારાસભ્ય રાકેશ દેસાઈ તેમજ જીગીશ શાહ ભૂરા લાલ શાહ રેડ્કોસના જયંતીભાઈ નાયક ગૌતમ મહેતા વિગેરે એ ચેતના બિરલા દંપત્તિ અને સ્નેહ સેતુ ટ્રસ્ટ ને ઉમદા કાર્યો બદલ બિરદાવ્યા હતા.