નવસારી વિજલપોર નગરપાલિકામાં કામોની માહિતી પ્રજાને પુરી પાડતી એપ લોન્ચ થઈ

નવસારી વિજલપોર નગરપાલિકામાં કામોની માહિતી પ્રજાને પુરી પાડતી એપ લોન્ચ થઈ

નવસારીવિજલપોર નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાલિકાની વિવિધ કામગીરીથી માહિતગાર રાખવા અને સામાન્ય માહિતી માટે પણ પ્રજાજનોને પાલિકા કચેરી સુધી લાંબા ન થવું પડે તે માટે પ્રજાની સેવામાં ‘ઇ-પ્રગતિ (સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સોલ્યુશન)’ નામની એપને આજરોજ લોન્ચ કરવામાં આવી છે. આ એપ થકી નવસારી વિજલપોર પાલિકાના નિર્ણયો, વિકાસલક્ષી કામગીરી થઈ કેટલી બાકી, ફરિયાદ, સભ્યો-કર્મચારીઓ વિગેરેની માહિતી મળી રહેશે.

 

 

નવસારી વિજલપોર પાલિકામાં સતત ચાલી રહેલ વિકાસ પ્રક્રિયા અંતર્ગત શહેરના તમામ વોર્ડમાં કોઇપણ સ્થળે ચાલતા વિકાસની કામગીરી પર ચોવીસે કલાક નજર રાખી શકાય તે માટે સ્માર્ટ ડેવલપમેન્ટ મોનીટરીંગ સીસ્ટમનું અમલીકરણ કરાયું છે. પાલિકા દ્વારા અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટ અંતર્ગત પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, કન્સલટન્ટ,કોન્ટ્રાક્ટરો,થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ટીમ તેમજ ચૂંટાયેલ પાંખ ફાસ્ટ ટ્રેક ડેવલપમેન્ટ અંતર્ગત ‘ડેવલપમેન્ટ પ્રોગ્રેસ’ તથા ‘ડોક્યુમેન્ટેશન પ્રોગ્રેસ’ ઉપર સંપૂર્ણ નિરીક્ષણ રાખી શકશે.

અગાઉ રૂપિયા ૧૦ લાખના વિકાસલક્ષી કામો માટે કાગળવિધિ અને મંજૂરીમાં જ છ કે તેથી વધુ મહિના જેટલો સમય વિતી જતો હતો. જેના લીધે કામો વિંલબ થતો હતો. જ્યારે હવે આધુનિક ટેકનોલોજીથી આ જ કામગીરી માત્ર ૧૫ દિવસમાં થઇ જાય છે. આ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પાલિકાએ કેટલા બોર્ડ કેટલી, કારોબારી બેઠકોમાં, કેટલા રૂપિયાના વિકાસ કાર્યો નક્કી કર્યા, તેમાંથી કેટલા કામો સાકાર થયા છે. તે અંગે નાગરીકો સીધે સીધી જાણકારી મેળવી શકશે. આ ઉપરાંત કચેરીના કયા ટેબલ પર, કેટલા રૂપિયાના કામો, કયા અધિકારીની સહી વિના, કેટલા સમયથી અટકેલા છે? તેની જાણકારી મળવા સાથે, જે તે કામગીરીનો ઝડપથી નિકાલ થાય તે માટે યોગ્ય પગલાં ભરી શકાશે.

સાંજે સાત વાગ્યે પાલિકા કચેરી બંધ થયા બાદ પણ આ સીસ્ટમ થકી પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓને ઇજારદાર દ્વારા રાત્રી દરમ્યાન કરાતી કામગીરીના સુપરવિઝન માટે ફોટોગ્રાફ-વિડીયોગ્રાફ સહિતની વિગતો મળી જશે. પાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ચૂંટાયેલ સભ્યો પોતાની ચેમ્બરમાંથી બહાર નીકળ્યા વિના જ ચેમ્બરમાં મુકેલ સ્માર્ટ ટીવી થકી સમગ્ર શહેરના વિકાસ અંગે ધ્યાન રાખી શકશે.

આ ઉપરાંત પાલિકા દ્વારા કચેરી ખાતે પ્રજા માટે ૫૦ ઇંચનું ટચ સ્ક્રિન કીઓસ્ક મશીન મુકાશે. જેના પર દરેક નાગરીક જાતે જ પોતાના મહોલ્લા,વિસ્તાર, શહેરના કોઇપણ ખૂણાનો વિકાસ જાતે જ જાઇ શકશે. પાલિકાના કર્મચારીને તેના કામમાં ખલેલ પહોંચાડ્યા વિના જ વિકાસ કામ અંગેની કોઇપણ માહિતી કોઇપણ નાગરીક ગુજરાતીમાં જ જાઇ/સાંભળી/મેળવી શકશે.

 

કોઇપણ વિકાસ કામમાં પાલિકાએ કેટલો ખર્ચ કર્યો અને તે ખર્ચ બાદ કામ શરૂ થયાથી પૂર્ણ થયા સુધી, કયા દિવસે, કેટલા વાગ્યે, જે તે કામની સ્થિતિ શું હતી? તે અંગે મહિનાઓ કે વર્ષો પછી પણ જે તે કામ અંગેના ફોટોગ્રાફ,વિડીયોગ્રાફ વિગેરે સાથેની માહિતી ત્વરીત જ મળી જશે. ચાલુ કામગીરી દરમ્યાન પણ કામગીરી અંગે કોઇ અસંતોષ હોય તો તે અંગે જે તે ઇજારદારનું ધ્યાન સીધું દોરી શકશે.

નગરપાલિકા દ્વારા મંજૂર કરાયેલ, વિવિધ કામો, ચાલુ કામો, પૂર્ણ થયેલ કામો સહિતની તમામ માહિતી આંગળીના ટેરવે પ્રજાજનોએ મળી જશે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *