
ચીખલી ગ્રામ પંચાયત હસ્તક ભાડા પટ્ટાની ૧૩ દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ
- Local News
- March 9, 2023
- No Comment
માર્ચ માસ એટલે નાણાંકીય વર્ષ પૂર્ણ થવાની તૈયારીમાં છે. રાજ્ય તમામ મહાનગરપાલિકા,નગરપાલિકા કે ગ્રામ પંચાયત ધ્વારા બાકી વેરા વસુલાત કે બાકી લેણા બાબતે આકરા મિજાજમાં જોવા મળી રહી છે.
રાજ્યની તમામ શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાઓ પણ કડક વસૂલાત કરી રહી છે.ત્યારે ગ્રામ પંચાયતો ધ્વારા પણ બાકી વેરા કે લેણા વસુલાત માટે પોતાના હસ્તગત દુકાનો કે પ્રાઈવેટ મિલકત ઉપર સિલ મારવાની કાર્યવાહી જોવા મળી રહી છે.
નવસારી જિલ્લામાં ચીખલી તાલુકામાં ચીખલી ગ્રામ પંચાયત ધ્વારા ૧૭ દુકાનોના બાકી નીકળતા ચાલુ વર્ષ તથા પાછલા વર્ષ બાકી ભાડાઓ બાબતે લેણદારોએ કોઈપણ પ્રકાર પ્રતિભાવ ન આપતા આજરોજ સીલ મારવાની કામગીરી પંચાયત અધિકારીઓ તથા કર્મચારીઓ ધ્વારા હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૩ જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે.
ગ્રામ પંચાયત હસ્તગત આવેલી ૧૭ દુકાનોના ગતવર્ષ ૫,૫૩,૮૫૪ અને આ વર્ષ ના ૧૧૯૬૨ મળી કુલે ૫,૬૫,૮૧૫ લાખ ભાડું બાકી હોય દુકાનોના સીલ કરવામાં આવ્યું હતું.લેણા બાબતે ગત ૧૨/૧૧/૨૧ એ નોટિસ આપવામાં આવી હતી પણ તમામ દુકાનદારો પાસેથી વસુલાત થઈ નહતી જેથી ગ્રામપંચાયત દ્વારા દુકાનદારો વિરુદ્ધ સિલ મારવાની કામગીરી કરવામાં આવી છે.