વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી એવા 365 પરિક્ષેત્ર વન અધિકારીઓ (Range Forest Officer – RFO) વર્ગ-2 ની સામુહિક બદલીના હુકમો 30મી માર્ચ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યા છે.

​આ બદલીઓમાં રાજ્યના વિવિધ વન્યજીવ વિભાગો, સામાજિક વનીકરણ તેમજ નોર્મલ અને વર્કિંગ પ્લાન સર્કલના અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં નવસારી જિલ્લામાં પણ મોટાપાયે ફેરફારો જોવા મળ્યા છે.નવસારી સામાજિક વનીકરણ વિભાગ (ભરૂચ સર્કલ) હેઠળ કાર્યરત નીચેના અધિકારીઓની રાજ્યના અન્ય વિભાગોમાં બદલી કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારીઓ (RFO) ની બદલી થનાર અંગેની વિગતો નીચે મુજબ છે:

• ચંદ્રિકા ટી પટેલ:વાંસદા વિસ્તરણ રેન્જ, નવસારી સામાજિક વનવિભાગ,ભરૂચ,સામાજિક વનવિભાગ નવસારી વાંસદા રેન્જ થી નોર્મલ ચીખલી રેન્જ વલસાડ (ઉત્તર), વલસાડ બદલી

• પ્રસાદકુમાર બી પાટીલ: સામાજિક વનવિભાગ, ભરૂચ, સામાજિક વનવિભાગ નવસારી ચીખલી વિસ્તરણ રેન્જ થી સડાડવેલ રેન્જ,વ્યારા,સુરત ખાતે બદલી

• હિનાબેન પી પટેલ: સામાજિક વનવિભાગ,ભરૂચ, સામાજિક વનવિભાગ નવસારી સુપા વિસ્તરણ રેન્જ થી દલખણીયા રેન્જ, ગીર (પૂર્વ), જૂનાગઢ વન્યજીવ ખાતે બદલી

• છાયાબેન એસ પટેલ: સામાજિક વનવિભાગ,ભરૂચ,સામાજિક વનવિભાગ નવસારી ગણદેવી વિસ્તરણ રેન્જ થી સંજાણ રેન્જ, વલસાડ (દક્ષિણ) વલસાડ બદલી

​નવસારીમાં બદલી થઈને આવનારા અધિકારીઓ:

• ​વિનયકુમાર પાંડુરંગભાઈ પવાર: આહવા (પશ્ચિમ) રેંજ, ડાંગ થી ચીખલી વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

• દીપકભાઈ શાંતિલાલ હળપતિ: બરડીપાડા રેંજ, ડાંગથી વાંસદા વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

• ​ચેતનભાઈ રવજીભાઈ પટેલ: વાંસદા (પશ્ચિમ) નોર્મલ રેંજ, વલસાડથી ગણદેવી વિસ્તરણ રેંજ,નવસારી ખાતે કરવામાં આવી છે.

• ​મિતુલકુમાર પ્રભુભાઈ પટેલ:વાપી રેંજ, વલસાડથી સુપા વિસ્તરણ રેંજ, વસારી ખાતે કરવામાં આવી છે.

• ​હિનાબેન સુમનભાઈ પટેલ: તેઓની બદલી પાનગરાબરી રેંજ, વલસાડ (ઉત્તર) થી વાંસદા નેશનલ પાર્ક ખાતે કરવામાં આવી છે.(નોંધ: વાંસદા નેશનલ પાર્ક નવસારી જિલ્લામાં સ્થિત છે, પરંતુ વહીવટી રીતે ડાંગ (દક્ષિણ) વિભાગ હેઠળ આવે છે).

• અમિતકુમાર ઠાકોરભાઈ ટંડેલ: ઉમરગામ વિસ્તરણ રેંજ, વલસાડ સામાજિક વનીકરણ, ભરૂચ, સામાજિક વનીકરણ થી નોર્મલ વાંસદા (પશ્ચિમ) રેંજ, વલસાડ (ઉત્તર), વલસાડ

વન સંરક્ષણ અને વનીકરણની કામગીરીમાં નવી ઉર્જા અને પારદર્શિતા લાવી શકાય તેમજ નવા અધિકારીઓની નિમણૂંકથી વનીકરણ અને વન્યજીવ સંરક્ષણની કામગીરીમાં નવી ગતિ આવશે.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *