ગણદેવી તાલુકાના ગણદેવા ગામે ફાર્મ હાઉસ વિદેશી દારૂની મહેફિલ માણતા સુરતના છ લોકો 22.80 લાખ ના મુદ્દામાલ સાથે ઝડપાયા
- Local News
- May 15, 2023
- No Comment
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માં આવેલ ગણદેવા ગામે ફાર્મ હાઉસ માં વિદેશી દારૂની મહેફિલ માણતા સુરતનાં 6 નબીરા રૂ.22.80લાખનાં મુદ્દામાલ સાથે ઝડપાયા
નવસારી જિલ્લા ના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળીયા નહેર પાસે ફાર્મ હાઉસ માં શનિવારે મધ્યરાત્રિએ વિદેશી દારૂની મહેફિલ માણતા સુરત ના 6 નબીરા પોલિસે રંગેહાથે ઝડપાયા હતા. ગણદેવી પોલીસે બ્રાન્ડેડ વહીસ્કી અને બિયરની 63 બાટલીઓ 3 લક્ઝુરિયસ કારો મળી કુલે રૂ.22,80,800 નો મુદ્દામાલ કબજે લીધો હતો.વિદેશી દારૂની મહેફિલ માણતા સુરત ના 6 નબીરા રંગેહાથ ઝડપાયા તમામ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ગણદેવી તાલુકા ના ગણદેવા ગામે હટવાડા ફળીયા માં નહેર પાસે ચંદ્રિકાબેન કાનજીભાઈ ચોવટીયા રહે. અડાજણ સુરત ના ફાર્મ હાઉસમાં ગત શનિવાર મધ્યરાત્રી દરમિયાન કેટલાક યુવાનો ગીત સંગીતની સાથે વિદેશી દારૂની મહેફિલ માણતા હોવાની ગણદેવી પીએસઆઇ એસ.વી આહિરને બાતમી મળતાં સ્ટાફ સાથે છાપો માર્યો હતો. પોલીસને જોઇને 6 નબીરાઓના રંગમાં ભંગ પડ્યો હતો. ગણદેવી પોલીસે રંગે હાથ 6 નબીરાઓ (1) દિક્ષીત કાનજીભાઇ ચોવટીયા ઉ.વ 21 રહે. અક્ષરજયોત સોસાયટી અડાજણ સુરત (2) કુણાલ જયંતીભાઇ ગાબાણી ઉ.વ 36 રહે. આદર્શ સોસાયટી,કતારગામ સુરત (3) રાજુભાઇ વજુભાઇ લેઉવા પટેલ ઉ.વ રહે.અંબિકાનગર સોસાયટી કતારગામ સુરત (4) જીજ્ઞેશભાઇ ડાહયાભાઇ વીઠાણી ઉ.વ 35 રહે.સુરભી એપાર્ટમેન્ટ, પીપલોદ સુરત (5) મીતેશભાઇ દેવરાજભાઇ ભરોડીયા ઉ.વ.45 રહે. આદર્શ સોસાયટી, કતારગામ સુરત (6) નિકુંજભાઇ વસરામભાઇ નાવડીયા ઉ.વ.32 રહે.આદર્શ સોસાયટી આંબાતલાવડી રોડ કતારગામ સુરત ની ધરપકડ કરી હતી. જેમની સામે પ્રોહીબિશન તથા મહેફિલનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

ફાર્મ હાઉસ ખાતે થી વ્હીસ્કી, ટીનબિયરની 63 બોટલ રૂ.૪૩૩૦૦, 3 લક્ઝુરિયસ વોલ્વો કાર નં. GJ 16 BN 4725, બ્રેઝા કાર નં. GJ 05 RM 2349, તેમજ એક હુંડાઈ કાર નં. Gj 05 JS 2250 મળી રૂ. ૨૦ લાખ, સાઉન્ડ સિસ્ટમ રૂ.૧૫ હજાર, મોબાઈલ નંગ ૯ કિંમત રૂ.૨,૨૧૦૦૦ મળીને કુલે રૂ.૨૨,૮૦,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગણદેવી પોલીસે ગુનો નોંધી પીએસઆઇ સાગર આહીર વધુ તપાસ કરી રહ્યા છે.