તા.22 જૂને નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા.22 જૂને નવસારી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

નવસારી જિલ્લાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.22 જૂન 2023 ના રોજ જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ, પહેલો માળ, કાલિયાવાડી, નવસારી ખાતે સવારે ૧૧-૦૦ કલાકે યોજાશે.

જૂન 2023 ના જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મહેસૂલી તંત્ર, પોલીસ વિભાગ, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ.ટી., પાણી પુરવઠા બોર્ડને લગતા પ્રશ્નો સબંધિત ખાતાના અધિકારી અને કલેકટર સાંભળશે. જયારે આ સિવાય અન્ય ખાતાના પ્રશ્નો હોય તો જે તે ખાતાના સબંધિત અધિકારીઓને અરજદારોએ મોકલી આપવાની રહેશે.

જિલ્લા સ્વાગતમાં અરજી કરતાં પહેલા કોઇપણ અરજદારે ગ્રામકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તાલુકાકક્ષાનો હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલી હોવી જોઇએ અને તેનુ નિરાકરણ થયેલું નહિ હોઇ તેમજ અગાઉના સબંધિત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ સાથે રાખવી.

અરજદારે પ્રશ્નો અંગેની લેખિત અને ટાઇપ કરેલ અરજી (સંબંધિત વિભાગને કરેલી અરજીની નકલ સાથે) તા.10/06/2023 સુધીમાં કલેકટર કચેરી, નવસારી ખાતે રજૂ કરવાની રહેશે. અરજી પર ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ એ મુજબ દર્શાવવાનું રહેશે.

અરજદારે અલગ-અલગ વિષય દર્શાવતો પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહિ. નિતિ વિષયક, કોર્ટ મેટરના પ્રશ્નો સ્વીકારવામાં આવશે નહિ, તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.

Related post

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…
માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ એક્સિલન્સ બુક ઓફ રેકોર્ડ સ્થાન,કોરોના કાળની સેવાઓ થકી સિદ્ધિ

માનવતાની સેવા બની ઓળખ:નવસારીના PI સાગર આહીરને આંતરરાષ્ટ્રીય સન્માન,ગ્લોબલ…

નવસારી પોલીસ માટે ગૌરવ: PI સાગર આહીર રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરાયા નવસારી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર સાગર વિનુભાઈ આહીરને ‘ગ્લોબલ એક્સિલન્સ બુક…
વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની સામુહિક બદલી, જાણો નવસારીના નવા સમીકરણો

વન વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: રાજ્યના 365 RFO ની…

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી રાહ જોવાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *