
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાલીઓ માટે ચેતવણી રૂપ બનાવ બન્યો:માતાએ ઠપકો આપતા 8 વર્ષીય બાળાએ ગળામાં ફાંસો નાંખી ડરાવવા જતા મોત નીપજ્યું
- Local News
- June 2, 2023
- No Comment
નવસારી જિલ્લામાં આવેલ ચીખલી ખાતે 8 વર્ષીય બાળકી રાજકોટથી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. ગત બુધવારના દિવસે રાત્રિના સમયમાં શના ઈરફાનભાઈ માલભાઈ મુરીમા ઉ.વર્ષ 8 વર્ષ રહે. ચીખલી કોલેજ રોડ, ખૂંધ ખાડામાં, અબ્દુલ્લા સુલતાન સિદી બાદશાહના ઘરમાં મૂળ રહેવાસી દૂધસાગર રોડ, હૈદરચોક,રાજકોટ એ નાના ઘરમાં જ કોઈ અગમ્ય કારણોસર પંખા સાથે દુપટ્ટા વળે ફાંસો ખાતા સારવાર માટે સૌપ્રથમ આલીપોર હોસ્પિટલમાં અને ત્યાંથી સ્પંદન હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત્યુ પામી હોવાનું જાહેર કરી હતી.
આ બનાવ અંગેની જાણ ચીખલી પોલીસ કરતા અંજુભબાનુ ઇરફાનખાન જમાલભાઈ મુરીમાં (રહે. ચીખલી કોલેજ રોડ, ખૂંધ ખાડામાં, મૂળ રહે.રાજકોટ)એ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર ઘટના આ પ્રમાણે બનવા પામી હતી. બાળાને કોઈક વાતે તેની માતાએ ઠપકો આપતા તેણીને માઠું લાગી આવ્યું હતું. જેથી માતાને ડરાવવા માટે બાળકીએ એક રૂમમાં જઈને ગળે પંખા સાથે ફાંસી લગાવ્યો હતો પણ ફાંસો ગાળમાં કસાઈ જતા તેણીની મોત થયું હતું.
આજકાલ બાળકો સોશિયલ મિડિયા તેમજ મોબાઇલનું વળગળ વધ્યું છે. તેમાં પણ ખાસ કરીને કોરાનાકાળમાં લાંબા સમય શાળા બંધ હતી તેમજ વાલીઓ કામ વસ્યતા વચ્ચે વાલીઓ ધ્વારા નાની ઉંમર બાળકોને આપવામાં આવતા મોબાઈલ જેથી બાળકોના કુમળા માનસ માં બદલો લેવાની કે કંઈક કરી બતાવવા માટે અજુગતું કરી બેસે છે જેને કારણે નાની વયના બાળકો આત્મહત્યા નું પગલી લેતા અચકાતા નથી.વાલીઓએ બાળકોની ગતિવિધિ પર ધ્યાન રાખવુ સમયની માંગ બનવા પામી છે