
નવસારી હાઈવે ઉપરથી ગ્રામ્ય પોલીસે ફિલ્મી ઢબે કારનો 12 કિમી સુધી પૂછો કરી 19 લાખનો ગાંજો ઝડપી પાડ્યો
- Local News
- June 1, 2023
- No Comment
ગુજરાત રાજ્યભરમાં હાલમાં કેન્દ્રશાસીત પ્રદેશ તેમજ અન્ય રાજ્યમાંથી વિદેશી દારૂ વેચાણ તેમજ ગેરકાયદેસર ધુસાડવાની કાર્યને અટકાવવા પ્રોહીબિશન ડ્રાઇવ હાલમાં ચાલી રહી છે. જે અંતર્ગત નવસારી જિલ્લા ગ્રામ્ય પોલીસ નેશનલ હાઈવે 48 ઉપર ધોળાપીપળા ઓવરબ્રિજ વાહનો પાર્ક કરી ઉભા હતા તે દરમ્યાન રેનોલ્ટ કાર ઉપર શંકા જતા અધિકારી તથા કર્મચારીઓ ઉભા રાખવા ઈશારો કર્યો હતો.
રેનોલ્ટ કાર ચાલક પોલીસ જોઈએ કાર ઉભી ન રાખતા નવસારીના નેશનલ હાઈવે 48 આવેલ ધોળાપીપળા ઉપરથી કસ્બાપાર સ્ટેટ હાઇવે પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરવાનું શરૂ કર્યું હતું. રેનોલ્ટ કાર ચાલક તથા 12 કિલોમીટર પીછો કરી ગ્રામ્ય પોલીસે દારૂ નહીં હતો 191 કિલો ગાંજો મળી આવ્યો હતો.
હાલમાં પ્રોહીબિશન ડ્રાઇવ ચાલી રહી છે.જેમાં અલગ અલગ નાકા ઉપર પોલીસ ઉભી રહીને દારૂના જથ્થાના વહનને રોકવા માટે કામગીરી શરૂ કરી છે. જે અંતર્ગત નવસારી ગ્રામ્ય પોલીસે પણ હાઇવે પાસેના ધોળાપીપળા ઓવરબ્રિજ પાસે વાહનો પાર્ક કરીને ચેકિંગ શરૂ કર્યું હતું. જે દરમિયાન એક રેનોલ્ટ કાર એ પોલીસને જોઈને વાહન ફૂલ સ્પીડએ ભગાવ્યું હતું. જેથી પી.આઈ ડી.કે.પટેલ સહિતના સ્ટાફએ પણ ફિલ્મી ઢબે કારનો ૧૨ કીમી પીછો કર્યો હતો.
જેમાં રેનોલ્ટ કાર ચાલક ગાડી આંમરી ગામના ખડકી ફળિયામાં લઈ ગયો હતો. ફળિયા રસ્તો પૂરો થઈ જતા ડ્રાઇવર રેનોલ્ટ ગાડી મૂકીને નાસી ગયો હતો. પોલીસે કાર ખોલી જોતા તેમાંથી મોટા પ્રમાણ 191 કિલો ગાંજાના અલગ અલગ પેકિંગ મળી આવ્યા હતા.જેની બજાર કિંમત 19,11,390 છે, કારમાં તપાસ કરતાં ત્રણ અલગ અલગ નંબર પ્લેટ, ફાસ્ટેગ મળી આવ્યા હતા કાર અને ગાંજા નો મુદ્દા માલ મળી કુલ 23,11,390 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
નવસારી ગ્રામ્ય પોલીસને પ્રોહીબિશન ડ્રાઇવમાં મોટી સફળતા હાથ લાગી છે જેમાં પીઆઈ સહિતના સ્ટાફે ફિલ્મી ઢબે પોતાના જીવની પરવા કર્યા વગર કારનો પીછો કરી મોટી જથ્થામાં ગાંજો ઝડપી પાડતા સરાહનીય કામગીરી કરી છે.
આ કેસની તપાસ નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે, કારમાંથી ઝડપાયેલા ફાસ્ટટેગ કોના નંબર પર રજીસ્ટર કરવામાં આવ્યો છે તેના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવશે ગાંજાના જથ્થાની ક્વોલિટી અને ક્વોન્ટિટી જોતા તે ઓરિસ્સા જિલ્લાની બનાવટનો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો અને કોને ડિલિવર થવાનો હતો તેને એ લઈને વધુ તપાસ નવસારી એસ.ઓ.જી કરશે.