ભારતીય જનતા પાર્ટીના દેશ વ્યાપી જન સંપર્ક અભિયાનની અનુક્રમે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટીના દેશ વ્યાપી જન સંપર્ક અભિયાનની અનુક્રમે નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે

ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 30 મી થી 30 જૂન સુધી જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પાર્ટીના કાર્યકર્તાઓ જન સુધી પહોંચશે આ કાર્યક્રમ અંતર્ગત નવસારી ના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ આજે નવસારી વિધાનસભા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સરપોર ગામે 51 આવાસો નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદએકસપ્રેસ હાઇવે ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.ત્યાર બાદ કછોલ ખાતે આવેલ બુલેટ ટ્રેન ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં હતું.ત્યારબાદ અડદા ખાતે જુના કાર્યકર્તા અને ગણદેવી સુગર ફેકટરી માં માજી ચેરમેન જયંતીભાઈ પટેલ ની મુલાકાત લીધી હતી.આ ઉપરાંત નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તાર માં ચાલી રહેલ ઇટાળવા તળાવ અને નવસારી શહેર માં ટાઉનહોલ ની કામગીરી ની મુલાકાત લીધી.

એમની સાથે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના મંત્રી શીતલબેન સોની,જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયત ના પ્રમુખ ભીખુભાઇ આહીર,જિલ્લા મહામંત્રી અશ્વિનભાઈ પટેલ,માજી ધારાસભ્ય પીયૂષભાઇ દેસાઈ,પ્રેમચંદભાઈ લાલવાણી સહિત ના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.

 

 

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *