રાનકુવા હાઇસ્કુલ ખાતે નવસારી જિલ્લાની પ્રથમ બી.આઈ.એસ. સ્ટાન્ડર્ડ ક્લબ આજથી કાર્યરત થઈ :વિદ્યાર્થીઓને માતબર ઇનામો મળ્યા
- Local News
- June 24, 2023
- No Comment
બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ની સ્થાપના BIS એક્ટ, 1986 હેઠળ માલના માનકીકરણ, માર્કિંગ અને ગુણવત્તા પ્રમાણપત્રની પ્રવૃત્તિઓના સુમેળભર્યા વિકાસ માટે અને તેની સાથે જોડાયેલી અથવા આકસ્મિક બાબતો માટે કરવામાં આવી હતી.નવી શિક્ષણનીતિના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ પ્રોડક્ટની ગુણવત્તાના માપદંડોથી માહિતગર બને એ દિશામાં ભારત સરકાર દ્રારા સ્ટાન્ડર્ડ ક્લબની રચના કરવાનું નક્કી કર્યું છે જે અંતર્ગત સુરત ખાતે દક્ષિણ ઝોનની શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
શ્રી બી.એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવાના વિજ્ઞાન શિક્ષક નિકુંજભાઈ પટેલે સુરત ખાતે તાલીમ લીધી હતી.નવસારી જિલ્લામાં રાનકુવા હાઇસ્કુલે સૌ પ્રથમ સ્ટાન્ડર્ડ ક્લબ કાર્યરત કરી સ્ટાન્ડર્ડ રાઈટીંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં ભારત સરકારના બી.આઈ.એસ. ડીપાર્ટમેન્ટના અધિકારી અમ્રિતા કોસ્ટાની ઉપસ્થિતમાં આ સ્પર્ધા યોજાઈ.
આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્રારા પીવાના પાણી માટેના માપદંડ કયા હોય શકે તે બી.આઈ.એસ. અંતર્ગત સ્વપ્રયત્ને તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં ૧૦૦ વિદ્યાર્થીઓ ભાગીદાર બન્યા જેમાં કુલ રૂપિયા ૨૫૦૦ ના ઇનામો આપવામાં આવ્યા પ્રથમ ઇનામ રૂ. ૧૦૦૦ દ્રિતીય ઇનામ, રૂ. ૭૫૦ ત્રીજું ઇનામ રૂ. ૫૦૦ અને ચોથું ઇનામ, રૂ. ૨૫૦ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આદિવાસી વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ દ્રારા થયેલી કામગીરીથી બી.આઈ.એસ. ડીપાર્ટમેન્ટના અધિકારી ખુબ જ પ્રભાવિત થયા હતા.