ગોરીયા લોકોના તુચ્છકાર વચ્ચે પણ અમે નમ્રતા અને હિંમત પૂર્વક આજે સાત દેશોમાં સફળ વ્યાપાર કરીએ છીએ: વિજય નાયક

ગોરીયા લોકોના તુચ્છકાર વચ્ચે પણ અમે નમ્રતા અને હિંમત પૂર્વક આજે સાત દેશોમાં સફળ વ્યાપાર કરીએ છીએ: વિજય નાયક

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે મેનેજમેન્ટ એસોસિએશનના સહકારથી લલિત પંડ્યા ના નેતૃત્વમાં જીગ્નેશ દેસાઈ અને હાર્દિક નાયકના સથવારે ગણદેવીના નાનકડા ગામ સામરાવાડી ના રહીશ અને નાનકડા ખેડૂત કુટુંબમાં જન્મેલા વિજય નાયક એક સફળ ઉદ્યોગપતિ કેવી રીતે થયા તે અંગેનો મહત્વનો વાર્તાલાપ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ભવન કાલિયાવાડી ખાતે યોજાયો હતો.

આ વાર્તાલાપમાં આરંભે પ્રમુખ લલિત પંડ્યા દ્વારા આવકાર અને સંઘર્ષ પછીની સફળતાને કેવી રીતે માણી શકાય અને પોતે તથા રાષ્ટ્રમાં કેવી રીતે ઉપયોગી થવાય તે માટેના કાર્યક્રમો અહીં સતત થતા રહે છે જેનો આજે આપણે વિજય નાયકના વાર્તાલાપ દ્વારા પ્રેરણા ના પિયુષ પાન કરીશું અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈએ જણાવ્યું હતું કે ભારત દેશમાં છેલ્લા 60 વર્ષમાં જેટલા નવા નાના મોટા ઔદ્યોગિક સાહસો થયા તેમાં છેલ્લા બે વર્ષમાં 1 લાખ 16 હજાર નવા સાહસો થયા છે.

આ આ ઉદ્યોગોમાં યુવાન પ્રેરણાદાયી બને તેનું જતન સંવર્ધન થાય અને પોતે પણ બે પાંદડે થઈ દેશને મજબૂત બનાવે ભારત ફરીથી વિશ્વ જગત ગુરુ બને એનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ ગણદેવીના સામરાવાડી ગામના ખેલ દિલ ઉદ્યોગપતિ વિજય નાયક એ જણાવ્યું હતું કે જે ટીકા કરે તે સફળ થાય હું સફળતા નિષ્ફળતા વચ્ચે લોલકની જેમ ઝોલા ખાઈને ભારતથી આફ્રિકા ત્રણ વાર ગયો અને પાછો આવ્યો પરંતુ સતત અંદરની શક્તિ નો પોકાર આત્મબળ સતત મંડી રહેવાથી આજે 25 વર્ષથી એકધારા સફળ ઉદ્યોગપતિ તરીકે નમ્રતાપૂર્વક સુનિયોજિત 1000 પરિવારને રોજી સાથે હું બે પાંદડ્યો થયો છું.

સતત મંડ્યા રહેવાથી નમ્રતા સાથે આયોજિત પ્લાનિંગ અને ભગવાનમાં શ્રદ્ધાથી મારું જીવન પરિવાર અને ઉદ્યોગ સત્યમ શિવમ સુન્દરમ બન્યો છે નવું સાહસ કરો ત્યારે યાદ રાખો કે માત્ર બંગલા કે કાર માટે નથી અને પ્રારંભિક તબક્કામાં આપણે ઉદ્યોગના માલિક નથી પણ ટ્રસ્ટી છીએ જો નિષ્ઠા અને પ્રમાણિકતા સાથે ઈશ્વરને સાક્ષી રાખી કામ કરીશું તો આપણા નમ્ર અભિગમથી આપણે ક્ષિતિ જો સર કરી શકીશું કાર્યક્રમનું સંચાલન અલય મહેતાએ કર્યું હતું.

Related post

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…
નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય ફૂલ એક્શન મોડમાં,વહેલી સવારે ફિલ્ડ મીટિંગ યોજી

નવસારીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાનો સંકલ્પ: નવા મ્યુનિસિપલ કમિશનર…

નવસારી મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે જયેશ ઉપાધ્યાયે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. પદભાર સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં…
નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,તમારી મિલકતની તપાસ માટે ટીમ આવશે,આ દસ્તાવેજો તૈયાર રાખો

નવસારી મહાનગરપાલિકા:4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ,…

નવસારી મહાનગરપાલિકા: 4 મેથી ‘નકશા’ પ્રોજેક્ટ હેઠળ ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’ શરૂ, જાણો સંપૂર્ણ વિગત,નવસારીમાં હાંસાપોરથી ‘ગ્રાઉન્ડ ટ્રુથિંગ’નો પ્રારંભ,આ દસ્તાવેજો તૈયાર રાખો ​નવસારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *