કોઈ ગુરુ કેમ મંત્ર જાપના બંધન વિના પણ શ્વાસની પ્રક્રિયાને અનુભવી જીવનસમૃદ્ધ બને છે: પરિપત્રિ પિરામિડ મેડીટેશન ગુરુ

કોઈ ગુરુ કેમ મંત્ર જાપના બંધન વિના પણ શ્વાસની પ્રક્રિયાને અનુભવી જીવનસમૃદ્ધ બને છે: પરિપત્રિ પિરામિડ મેડીટેશન ગુરુ

તમારો શ્વાસ જ તમારો ગુરુ છે એમાં પૈસાની કોઈ લેણદણ જરૂરી જ નથી આલેખ્યા શાસ્ત્રી સીએ અને ધ્યાન વિશેષજ્ઞ:અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ ખાતે વાંચ એ જ વિજ્ઞાન છે એમ મહત્વનો વાર્તાલાપ યોજાયો

જીવનમાં અને મનમાં ચાર પ્રકારના વિચારો હોય છે જેમાં વધુ પડતી કારણ વિનાની ચિંતા તેમજ નકારાત્મક ચિંતાનું વલણ ત્રીજું હકારાત્મક વલણ ની ચિંતા અને ચોથું ચમત્કારી ચિંતાનું વલણ આ તમામ જીવનની રીતછે અને તેનો ઉકેલ સમૃદ્ધ બનવા માટે કોઈ ધર્મ કોઈ ગુરુ કોઈ મંત્ર જાપ ની જરૂર નથી આપણા શ્વાસ ઉછવાસનું નિરીક્ષણ અને એને તાલીમ આપીએ તો જીવન નવી ઊર્જાથી ભરી આંતરિક સમૃદ્ધ બને છે આ માટે એક પણ પૈસો લેવડ દેવડ ની જરૂર જ નથી સૌથી ધનાધ્ય માણસ કે ગરીબ લારી વાળો પણ શ્વાસની પ્રક્રિયાને ઓળખી લેતો. આંતરિક સમૃદ્ધિ અને નવું ચેતન્ય પ્રાપ્ત થાય છે તમારો શ્વાસ જ તમારો ગુરુ અને એ જ તમારું વિજ્ઞાન છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી ખાતે પ્રમુખ જીગ્નેશ દેસાઈ અને મહામંત્રી હાર્દિક નાયક ના નેતૃત્વમાં પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈના સથવારે યોજાયેલા મેડીટેશન પિરામિડ નામના મહત્વના કાર્યક્રમમાં ધ્યાન વિશેષજ્ઞ પ્રણેતા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આંધ્રપ્રદેશના કુમારી પરિપત્રિ તથા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિશેષ વક્તા કુમારી આલેખ્યા શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ ગુરુ કે મંત્ર જાપના બંધનમાં પડવાની જરૂર નથી તેમ જ આત્મ કલ્યાણ અને આંતરિક સમૃદ્ધિ માટે ધ્યાન માટે જીવનને ઉર્ધ્વગામી બનાવવા માટે કોઈ ગુરુ ના ફોટાઓ મૂકી ધ્યાન ધરવાની જરૂર નથી આપણા અંદર બહાર આવતા જતા શ્વાસ નું નિરીક્ષણ એ જ મહત્વના છે પિરામિડ પદ્ધતિથી ધ્યાનમાં નવીન ઉર્જા આવે છે.

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ દ્વારા આવકાર તથા મંત્રી હાર્દિક નાયક અને લલિત પંડ્યા તથા સુનિલ દેસાઈ દ્વારા પ્રાસંગિક ભૂમિકા અને વક્તાઓ નો પરિચય યુનિવર્સિટીના સેનેટ સભ્ય શ્રીમતી અરુંધતી દેસાઈ તેમજ શ્રીમતી મેઘા નાયક અને સંચાલન ફાલ્ગુની સુનીલ દેસાઈ દ્વારા થયું હતું ધ્યાન પ્રક્રિયાનો પ્રાયોગિક અનુભવ પણ સૌ શ્રોતાજનોને કરાવવામાં આવ્યું હતું. ઋણ સ્વીકાર શ્રીમતી શિલ્પા સંજય પ્રધાન દ્વારા થયો હતો.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *