વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલુ કરો

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી)થી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ ઇન્ફેકશનથી થનારી અસરોને ખાળી શકાય.

વાયરલ કન્જક્ટિવાઇટિસ (આંખ આવવી) થી બચવા આટલું અવશ્ય કરો. જેમાં પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા. સાબુથી સમયાંતરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ જેમ કે હોટલ, હોસ્ટેલ, મેળાવડા, થિયેટર, એસ.ટી.સ્ટેન્ડ, મોલ ઇત્યાદિમાં સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન આપવું. આંખમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચીપડા વળે તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈ સારવાર કરાવવી. પોતાની જાતે ડોક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇ સારવાર ન કરવી. ડોક્ટરે દર્શાવેલ ટીપાં નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવો.

પરિવારમાં જે દર્દીને કન્જક્ટિવાઇટિસની અસર થયેલ હોય તેણે પોતાના હાથ રૂમાલ, નાહવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખી તથા બીજા સાથે સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો વાયરલ કન્જક્ટિવાઇટિસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઈ જવાની જરૂર નથી. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખો અને ચશ્મા પહેરી ઘરની બહાર જવું. તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખી અને ડોક્ટરની સૂચના મુજબ ફરી બતાવવા હોસ્પિટલ ખાતે જવું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, નવસારીની યાદીમાં જણાવાયું છે.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *