નવસારી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત કચરા એકત્રીકરણ માટે 11 ઇ -રિક્ષા ફાળવવામાં આવી

નવસારી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) અંતર્ગત કચરા એકત્રીકરણ માટે 11 ઇ -રિક્ષા ફાળવવામાં આવી

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ નવસારીમાં કાર્યરત સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત ગ્રામ પંચાયત વિસ્તાર માંથી ઘન કચરાના કલેકશન માટે ૧૧ ઇ-રીક્ષાઓ ફાળવવામાં આવી છે. સદરહું ૧૧ ઇ-રીક્ષાઓનું જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિરના વરદે હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા અને નિયામક એમ.એસ.ગઢવી વિશેષ ઉપસ્થિત રહયા હતા.

ગામોમાં સૂકો કચરો અને ભીંનો કચરો અલગ અલગ એકત્રિત કરવાના હેતુસર ફાળવેલ ઇ-રીક્ષાઓ ગણદેવી તાલુકામાં માણેકપોર,વાડી અને વેગામ ગ્રામ પંચાયતને,ચીખલી તાલુકામાં ફડવેલ, રાનવેરીકલ્લા અને આલીપોર ગ્રામ પંચાયતોને,વાંસદા તાલુકામાં ખાંટાઆંબા,બેડમાળ અને કાવડેજ ગ્રામ પંચાયતને તેમજ જલાલપોર તાલુકામાં હાંસાપોર ગ્રામ પંચાયતને અને નવસારી તાલુકામાં પડઘા ગામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે ઇ-રીક્ષા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નવસારી દ્વારા ફાળવવામાં આવી છે. આ પ્રસંગે ૧૧ ગામ પંચાયતના સરપંચો , તલાટીઓ તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *