ચીખલી તાલુકાની રાનકુવા હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

ચીખલી તાલુકાની રાનકુવા હાઈસ્કૂલ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસી વર્કશોપ કાર્યક્રમ યોજાયો.

ચીખલી તાલુકાની બી. એલ. પટેલ સર્વ વિદ્યામંદિર રાનકુવા ખાતે આર.એન.જી. પી.આઈ.ટી.બારડોલી કોલેજના આચાર્ય ડૉક્ટર લતેશ ચૌધરી અને ટીમ દ્વારા ધોરણ ૧૧/૧૨ ના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા વર્કશોપમાં કમિશનર ઓફ સ્કુલ દ્વારા ૨.૦ અંતર્ગત રાજ્યની શાળામાં ૨૦૦૦ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ હેઠળ પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂા.૨૦,૦૦૦/- ફાળવવામાં આવનાર છે. આ સમગ્ર પોલીસીનુ અમલીકરણ કઈ રીતે કરી શકાય,વિદ્યાર્થીઓ કઈ રીતે સ્ટાર્ટઅપ કરી શકે તેની જાણકારી આપવામાં આવી હતી.

બારડોલીના આર. એન .જી .પી .આઈ. ટી. પાંચ વર્ષથી સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે નોડેલ તરીકે સફળતાપૂર્વક કામગીરી કરી અનેક સ્ટાર્ટઅપ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી સંપન્ન કર્યા છે, તેની જાણકારી આપી હતી

શાળાના આચાર્ય સંજયસિંહ પરમાર દ્વારા નવસારી જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર રાજેશ્રી ટંડેલના માર્ગદર્શનથી સમગ્ર જિલ્લાના વિદ્યાર્થીઓએ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ માટે ઝંપલાવી નોમિનેશન કર્યું છે તેની જાણકારી આપી હતી. ભારત સરકારની આ પોલીસીનો લાભ શાળાકીય વિદ્યાર્થીઓને પ્રાપ્ત થનાર છે, મેક ઇન્ડિયાની દિશામાં આ એક મહત્વનું પગલું બનશે તેમ જણાવી વિસ્તૃત માર્ગદર્શન પૂરુ પાડયું હતું.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *