આવો જાણીએ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે

આવો જાણીએ પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી,૨૦૧૫માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક એકાઉન્ટ ખોલવામાં આવે છે. આ એકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF એકાઉન્ટ ખુલે છે, બેન્ક કે પોસ્ટ ઓફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને ૧૮ વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

સુકન્યા સમૃધ્ધિ યોજનામાં ટેક્સની છુટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દિકરીના ભણતર અને લગ્નની ચિંતાથી તમે મુક્ત થઇ શકો તે માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અમલી બનાવી છે.

આ યોજનાની ખાસિયત

દર વર્ષે ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જમા રકમ પર વાર્ષિક ૯.૩ ટકા હિસાબે વ્યાજ મળે છે. નવા નિયમ પ્રમાણે દિકરીના લગ્ન પર ૧૦૦ ટકા રકમ ઉપાડી શકાય છે. જમા રકમ પર ૮૦-સી હેઠળ ટેક્સની છુટ મળે છે. દિકરી ૨૧ વર્ષની થાય પછી વ્યાજ નહિ મળે.

કેવી રીતે ખાતું ખોલાવી શકાય 

તમે તમારા નજીકના પોસ્ટ ઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો દિકરીનો ફોટોગ્રાફ લગાવીને ફોર્મ ભરો અને તેને પોસ્ટઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક અંતરિયાળ પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો. ફોર્મ ભરી તેના પર યોગ્ય હસ્તાક્ષર કરો. પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટો કોપી અટેચ કરો દિકરીના જન્મ પ્રમાણપત્રની કોપી પણ જોડો.પોતાના અને પોતાનીએ પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો. તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલાવી શકો છો.

યોગ્યતા

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.

મહત્વની વાત

આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછા ૨૫૦ અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો. આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહિ આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે. જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવવાનું ભુલી જશો તો તમારે ૫૦ રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે. જો તમે દિકરીના ૧૮ વર્ષે લગ્ન કરવા માંગતા હોય તો તમે પ્રિ-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં ઉપાડી શકશો. જો તમારી બે દિકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર ૨ જ એકાઉન્ટ ખોલી શકો. આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ યોજના પર તમે કોઇ પ્રકારનું દેવુ નહિ લઇ શકો.

માતા-પિતા કે ગાર્ડિયન કન્યા માટે “સુકન્યા સમૃધ્ધિ યોજના” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવી શકે છે. આ યોજનામાં ૨-૧૨-૨૦૦૩ ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતુ ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુમાં વધુ બે કન્યાઓનું ખાતુ ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતુ ખોલાવ્યા બાદ એક નાણાંકીય વર્ષમાં રૂપિયા ૧૦૦ ના ગુણાંકમાં વધુમાં વધુ ૧ લાખ ૫૦ હજાર જમા કરાવી શકાય.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *