અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા રંગે ચંગે આનંદ ઉમંગે શરદપૂનમની ઉજવણી થઈ

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા રંગે ચંગે આનંદ ઉમંગે શરદપૂનમની ઉજવણી થઈ

અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ દેસાઈ જણાવે છે કે આ શરદ પૂનમ ગમતા નો કરીએ ગુલાલ નો પ્રસંગ છે.અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા શરદ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે ઘેરૈયા નૃત્ય અને જાણીતા સંગીતકાર ભજનિક મહેશભાઈ પટેલ તીઘરા ગામ અને વૃંદના સથવારે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.

આરંભે અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ મીનલબેન દેસાઈ, નિરાલી હોસ્પિટલ ના ડો. સંજય દેસાઈ ,બૃહદ અનાવિલ સમાજના પ્રમુખ મુકેશ નાયક તથા ટ્રસ્ટી દેવુભાઈ મહેતા, કાછિયાવાડી ના સંજય ભવનભાઈ પટેલ ,ટ્રાન્ઝિસ્ટ ડેવલોપર્સના માલવ ધ્રુવ, રોટરી હોસ્પિટલના યોગેશ નાયક લલીતભાઈ પંડ્યા, તથા ડો. ડી કે જોશી વિગેરેના સથવારે દીપ પ્રાગટ્ય થયું હતું.


આ પ્રસંગે જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિનોદભાઈ જી .દેસાઈ ,મહેશભાઈ બાલુભાઈ પટેલ વિગેરેનું અભિવાદન જીગ્નેશ દેસાઈ ઉપપ્રમુખ રવિન દેસાઈ, મંત્રી હાર્દિક નાયક, પ્રકાશભાઈ દેસાઈ વિગેરે દ્વારા થયું હતું.
ધારાસભ્ય રાકેશ દેસાઈએ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકરો ની પીઠ થાબડતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમો આ મંચ દ્વારા થઈ રહ્યા છે.સૌને સાથે લઈને ચાલવાની લાગણી ના વિવિધ પુષ્પોથી સુગંધિત આ સંસ્થા છે.


આ પ્રસંગે બે ભગીરથ કાર્યક્રમો હૃદય બચાવો અને સર્વાંગીક સાંસ્કૃતિક કાર્યક્રમ સંસ્કૃતિના બેનર હેઠળ આનંદ મેળો વિગેરે યોજાશે એમ જાહેરાત જીગ્નેશ દેસાઈએ કરી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *