ફડવેલ ગામે દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં હાશકારો: ચીખલી તાલુકા ફડવેલ ગામે દિપડો આખરે પાંજરે પુરાયો
- Local News
- October 30, 2023
- No Comment
નવસારી જિલ્લા છેલ્લા ઘણા સમયથી પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડા દેખાળો દેતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા હતા. રાત્રિના સમયમાં અંધારામાં દેખાતા દિપડાથી ખેડૂતો અને ગ્રામજનો સતત ભય અનુભવતા હતા. થોડા દિવસ અગાઉ ચીખલીના સાદડવેલ ગામમાં દીપડાના હુમલાથી એક યુવતીનું મોત નિપજ્યું હતું જેને પગલે નોર્મલ વન વિભાગ ચીખલી રેન્જ ધ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા મૂકી દીપડા પકડવા ની કવાયત શરૂ કરી હતી.જેને આજે સફળતા મળી હતી.આજે વહેલી સવારે ફડવેલ ગામમાં મુકેલ પાંજારામાં દીપડો પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

છેલ્લા એક મહિનાથી ચીખલી પંથકમાં દીપડાનો દેખાવ બનાવો વધવા પામ્યા હતા. નોર્મલ વિભાગ દ્વારા જુદા જુદા ગામોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.પંરતુ દીપડો પાંજરે નજીક આવી હાથ તાળી આપી જતો હતો.ગતરાત્રીએ ખોરાક શોધમાં ફડવેલ ગામે મૂકવા આવેલા પાંજરામાં મારણ દીપડાએ જોતા તેને પકડવા જતા પાંજરે પુરાયો હતો.વહેલી સવારે ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલ જોતા જાણ વન વિભાગને કરી હતી. ચીખલી વન વિભાગ એ દીપડાનો કબજો લઈ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ફડવેલ ગામમાં દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે

દક્ષિણ ગુજરાત જંગલ આછા તેમજ અપૂરતા ભોજન કારણે દીપડીઓ માટે રહેઠાણનો પ્રશ્ન બની રહ્યો છે
દક્ષિણ ગુજરાતમાં જંગલો બોડા થતા દિપડા સહિત અન્ય વન્ય પ્રાણીઓના રહેઠાણનો પ્રશ્ન તેમજ તેના માટે ભોજન પ્રશ્ન વિકટ બન્યો છે,જેથી દિવસેને દિવસે દીપડા સહિતના પ્રાણીઓ ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરવા સાથે મનુષ્ય સાથે સામનો થવા માંડ્યો છે.શિકારની તલાશમાં નીકળતા દિપડાઓ ક્યારેક પાળતુ શ્વાન તેમજ રખડતા શ્વાન,ભૂંડ,બકરા અને મરઘાનું તેમજ અન્ય દૂધાળુ પશુઓ મારણ કરતા હોય છે.જેની સીધી અસર પશુઓ તેમજ મરધા પાલન કરી આર્થિક ઉપાર્જન કરતા પશુપાલકો પર થાય છે.
ડાંગ તેમજ અન્ય જિલ્લાઓ માંથી આવી ગયેલા દીપડાઓ માટે નવસારી જીલ્લો ઉત્તમ
નવસારીના પૂર્વમાં આદિવાસી વિસ્તારોમાં જંગલ આછા થતા શિકારની શોધમાં દિપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા, અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ, નદી અને કોતરો રહેવા માટે અનુકૂળ રહી શિકાર તેમજ પુરતા પીવાના પાણી સરળતાથી મળી રહેતા ચાલાક દિપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે.ખાસ કરીને નવસારી જિલ્લો તેમને પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તાર ના ગામો દિપડાઓ દેખાવા બનાવ તેમજ ઘણી વખત રસ્તાઓ, ખેતરો, ઘરની દિવાલ ઉપર ચાલતા મળતા વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ થતા રહે છે.ખાસ કરી પ્રજન્નકાળ દરમિયાન શેરડી ખેતરો ઉત્તમ સ્થાન બની જવા પામ્યું છે. શેરડી ખેતરો અમુક હાઈટ થયા બાદ માનવો આવાગમન ખૂબ ઓછુ થતા બચ્ચા જન્મ તેમજ પુરતા પ્રમાણ ભોજન મળી બચ્ચા મોટા કરવા આશાની રહે છે.

રાજ્ય સરકારે નવસારી જિલ્લામાં રેસ્ક્યુ સેન્ટર અને કેર સેન્ટર બનાવવું રહ્યું
ગુજરાત રાજ્ય સરકારે નવસારી જિલ્લામાં અલાયદુ નોર્મલ વન વિભાગ ની ફાળવણી તેમજ રેસ્ક્યુ સેન્ટર તથા કેર સેન્ટર બનાવવું રહ્યું નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટી તેમજ જિલ્લાના અન્ય વિસ્તાર માં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાને પગલે દિપડા ઉપર બાજ નજર રાખી શકાય તે માટે અત્યાધુનિક રેસ્ક્યુ સેન્ટર તેમજ કેર સેન્ટર ફાળવવું રહ્યું. જેને લઇ દિપડાઓની ગતિવિધિ ઉપર જરૂરી ટેકનોલોજી ની મદદથી દીપડાઓની ગતિવિધિઓ ઉપર ખાસ નજર રાખી શકાય તે માટે આ સેન્ટરને આગામી દિવસમાં મંજૂરી આપી બનાવવું રહ્યું તેવી લોક માંગણીઓ ઉઠવા પામી છે