
ચીખલી તાલુકામાં બીજો દિપડો પાંજરે પુરાયો: નવસારી જિલ્લાના ચીખલી તાલુકા હરણ ગામે સતત બીજો દિપડો પાંજરે પુરાયો
- Local News
- October 31, 2023
- No Comment
નવસારી જિલ્લા છેલ્લા ઘણા સમયથી પૂર્વ પટ્ટીના ગામોમાં દીપડા દેખાળો દેતા ગ્રામજનો ભયમાં જીવવા મજબૂર બન્યા હતા. રાત્રિના સમયમાં અંધારામાં દેખાતા દિપડાથી ખેડૂતો અને ગ્રામજનો સતત ભય અનુભવતા હતા. થોડા દિવસ અગાઉ ચીખલીના સાદડવેલ ગામમાં દીપડાના હુમલાથી એક યુવતીનું મોત નિપજ્યું હતું જેને પગલે નોર્મલ વન વિભાગ ચીખલી રેન્જ ધ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પાંજરા મૂકી દીપડા પકડવા ની કવાયત શરૂ કરી હતી.જેને આજે પગલે નોર્મલ વન બીજી સફળતા મળી હતી.આજે વહેલી સવારે હરણ ગામમાં મુકેલ પાંજારામાં દીપડો પકડાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.
છેલ્લા એક મહિનાથી ચીખલી પંથકમાં એક પછી એક ગામ દીપડાનો દેખાવ બનાવો વધવા પામ્યા હતા. નોર્મલ વિભાગ ઉત્તર રેન્જ ચીખલી વિભાગ દ્વારા જુદા જુદા ગામોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા હતા.ગત રાત્રે શિકારની શોધમાં હરણ ગામે મૂકવા આવેલા પાંજરામાં મારણ દીપડાએ જોતા તેને પકડવા જતા પાંજરે પુરાયો હતો.વહેલી સવારે ગ્રામજનોએ દીપડો પાંજરે પુરાયેલ જોતા જાણ વન વિભાગને કરી હતી. ચીખલી વન વિભાગ એ દીપડાનો કબજો લઈ મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હરણ ગામમાં દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે
નવસારી જિલ્લામાં બે દિવસમાં બે દિપડાઓ પાંજરે પુરાયા
ચીખલી તાલુકા માં સાદકપોર ગામે પહાડ ફળિયામાં રહેતી છાયાબેન ભરતભાઈ પટેલ ઘરની પાછળ 14મી ઓક્ટોબર રાત્રે કુદરતી હાજતે ગયા હતા તે દરમિયાન દિપડા હુમલા નવસારી પ્રથમ જિલ્લા નું વન્યપ્રાણી હુમલા મૃત્યુ નોંધાવા પામ્યું હતું.
આ ધટના જાણ ઉત્તર વિભાગ રેન્જ ચીખલી વન્ય પ્રાણી રેન્જ થતા જુદા જુદા સ્થળોએ દિપડાઓ પાંજરે પુરવા કામગીરીઓ હાલ ચાલી રહી છે. તે અંતર્ગત વન
વિભાગ ગતરોજ ચીખલી તાલુકા ફડવેલ ગામે શિવાંગ એસ મહેતા ખેતર માં ગોઠવવમાં આવેલ પાંજરે દિપડો પાંજરે પુરાયો હતો.વન વિભાગ અધિકારી આકાશ પડશાળા માર્ગદર્શન હેઠળ વનવિભાગ કર્મચારીઓ કબજો લઈ જરૂરી દાક્તરી તપાસ હાથ ધરાઈ છે. ફડવેલ ગામે પકડાયેલ દિપડો જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી જુનાગઢ સક્કરબાગ ઝુ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આજરોજ નવસારી જિલ્લા ચીખલી તાલુકા હરણ ગામના નહેર ફળિયામાં વન્ય પ્રાણી રેન્જ ચીખલી ધ્વારા દિપડા દેખાયા બનાવ પગલે વનવિભાગ ધ્વારા ગોઠવવામાં આવેલ પાંજરે વહેલી સવાર મારણ કરવા આવેલ દિપડો પાંજરે પુરાતા સ્થાનિકોએ વનવિભાગ જાણ કરતા વનવિભાગે દિપડા કબજો લઈ વન્ય પ્રાણીઓ મેડિકલ ઓફિસર સાથે જરૂરી દાક્તરી તપાસ તેમજ જરૂરી પ્રક્રિયાઓ હાથ ધરાઈ રહી છે. આમ ચીખલી તાલુકામાં બે દિવસમાં બે દિપડાઓ પાંજરે પુરાતા બંને ગામના ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે