
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષતામાં બીલીમોરા ખાતે આયુષ મેળો ઉજવાયો.
- Local News
- October 31, 2023
- No Comment
“રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ -2023″ નિમિતે ” આયુર્વેદ ફોર વન હેલ્થ” તથા “હર દિન હર કિસી કે લિયે આયુર્વેદ” થીમ અંતર્ગત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત નવસારીની આયુર્વેદ શાખાના સંયુક્ત ઉપક્રમે નવસારીના બીલીમોરા તાલુકાના પાંચાલ સમાજની વાડી ખાતે આયુષ મેળો જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઉજવાયો હતો.
આ પ્રસંગે માનનીય જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈએ એકતા દિવસની શુભકામનાઓ આપી સાંપ્રત સમયમાં યોગ અને આયુર્વેદના મહત્વ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી સાથે આયુર્વેદના ચરક અને સુશ્રુત ઋષિઓ દ્વારા જે ચિકિત્સા દર્શાવવામાં આવી છે તેમનો લોકો મહત્તમ લાભ લે તેવી અપીલ ઉપસ્તીથ સૌ લોકોને કરી હતી.જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરી,આયુષ મેળા અને નવસારી આયુષ શાખાની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ઉપસ્થિત મહેમાનો દ્વારા દરેક સ્ટોલની મુલાકાત લેવામાં આવી.આયુષ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથિક પદ્ધતિ દ્વારા તમામ રોગોનું નિદાન- સારવાર કેમ્પ, પંચકર્મ ,અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન તેમજ જરૂરી યોગ માર્ગદર્શન, પ્રકૃતિ પરિક્ષણ,જીરિયાટ્રીક ઓપીડી, રોગોથી બચવા માટે આયુર્વેદના હર્બલ ટી નું વિતરણ કરવામાં આવ્યું.તમામ દર્દીઓને આયુર્વેદ હોમિયોપેથિક દવા વિતરણ કરવામાં આવ્યું. આંગણવાડી વિભાગ ગણદેવી દ્વારા વિવિધ આરોગ્ય માટે પોષણ યોગ્ય વાનગીઓ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયુષ મેળામા આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ના યોગ ઈન્સ્ટ્રકટર દ્વારા ખૂબ જ સુંદર યોગ પ્રદર્શન કરવામા આવ્યુ. આ મેળામાં તેમજ ઔષધીય વનસ્પતિ નું પ્રદર્શન કરવામાં આવ્યું. આ આયુષ મેળાનો જાહેર જનતા એ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.