મોબાઈલ તથા વેબ ગેમિંગના એપ્લિકેશન અંગે ગુજરાત પોલીસ ફરિયાદ દાખલ બાદ ઈ ડી ત્રાટકી

મોબાઈલ તથા વેબ ગેમિંગના એપ્લિકેશન અંગે ગુજરાત પોલીસ ફરિયાદ દાખલ બાદ ઈ ડી ત્રાટકી

ગુજરાતમાં ઈડી દ્વારા ગત બુધવારે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ધની દાતા નામની વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં ગુજરાત પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ દરોડા પડ્યા હતા. આ સ્થળોએ દરોડાની કામગીરી દરમિયાન ઈડી એ દસ્તાવેજો, મોબાઈલ અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

• વેબ ગેમિંગ એપ્લિકેશન દ્વારા થયેલા કરોડોના કૌભાંડના સંબંધમાં ગુજરાત પોલીસ ફરિયાદ બાદ હવે ઈડી નું ત્રાટક્યું

• ED દ્વારા અમદાવાદ, કચ્છ, નવસારી અને દિલ્હીમાં 14 સ્થળોએ પાડવામાં આવ્યા દરોડા

• વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોના કરોડો રૂપિયાની રકમ ફસાયા 

પોલીસ બાદ ED એક્શન મોડમાં આવી હતી 

ધની ની દાતા વેબ ગેમિંગ એપ્લિકેશન ઠગાઈ મામલે EDએ હવે સકંજો કસ્યો છે. જેમાં ગુજરાતમાં સાયબર ક્રાઈમ દ્વારા ફરિયાદ દાખલ કર્યા બાદ ED પણ ત્રાટક્યું હતું અને 14 સ્થળોએ દરોડા પાડયા હતા. ચીની મૂળના શખ્સે 2021માં શરૂ કરેલી એપ્લિકેશન 2022માં બંધ થઈ જતા આ કૌભાંડ બહાર આવ્યું હતું. આ એપ્લિકેશનમાં પ્રતિ ગેમમાં ઓછામાં ઓછો 0.75 ટકા રિટર્ન આપવાનો દાવો કરવામાં આવતો હતો. આ વેબ ગેમિગ એપ્લિકેશનમાં હજારો લોકોની કરોડોની રકમ ફસાઈ હોવાની માહિતી મળી રહી હતી. દરોડાની કાર્યવાહી દરમિયાન ઈલેક્ટ્રોનિક સાધનો સહિત કેટલાક દસ્તાવેજ પણ ઈડી ના અધિકારીઓએ જપ્ત કર્યા હતા. આ દસ્તાવેજની વિગતવાર તપાસ બાદ સ્ફોટક ખુલાસા થઈ શકે છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *