વાલીઓ અને વિદ્યાર્થીઓને ‘કડકડતી ઠંડી’માં રાહત ના સમાચાર: ગરમ કપડા પહેરવા અંગે શિક્ષણ વિભાગે શાળાઓને કર્યો આદેશ, પરિપત્ર જાહેર કર્યો

વાલીઓ અને વિદ્યાર્થીઓને ‘કડકડતી ઠંડી’માં રાહત ના સમાચાર: ગરમ કપડા પહેરવા અંગે શિક્ષણ વિભાગે શાળાઓને કર્યો આદેશ, પરિપત્ર જાહેર કર્યો

રાજયમાં તમામ શાળાઓમાં હવેથી વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં સ્વેટર કે ગરમ કપડાં પહેરવા માટે શાળા દબાણ કરી શકાશે નહીં. રાજ્ય ના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓને પરિપત્ર દ્વારા કડક આદેશો આપવામાં આવ્યાં છે.

• ગરમ કપડાં પહેરવાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીઓનો પરિપત્ર કરી નિર્ણય પાલન કરવા 

• સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડાં પહેરી શકશે

• શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરી શકાય 

• રાજ્યની તમામ શાળાઓ માટે પરિપત્રને લઇ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી. 

ગુજરાતમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મનપસંદ ગરમ કપડાં ન પહેરવાને લઈને શાળાઓ દબાણ કરતી જોવા મળી છે. સ્કૂલનાં નિયમાનુસાર જ ગરમ કપડાં પહેરવા અંગેના બનાવો સામે આવ્યાં બાદ રાજ્ય શિક્ષણમંત્રી દ્વારા રાજ્યની તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યાં છે. રાજ્યની તમામ શાળાની અંદર ચોક્કસ પ્રકારનો જ સ્વેટર પહેરવો અથવા તો યૂનિફોર્મનો જ સ્વેટર પહેરવો એવા નિયમો છે ત્યાં હવે વિદ્યાર્થીઓ પોતાને ગમે તેવા ગરમ કપડાં પહેરી શકશે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે.

રાજ્ય શિક્ષણ મંત્રીના આદેશ અનુસાર હવેથી રાજ્યની કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારનાં ગરમ કપડાં પહેરવા ફરજ પાડી શકશે નહીં. હવેથી વિદ્યાર્થીઓ મનપસંદ ગરમ કપડાં પહેરી શકશે. શાળા તરફથી કોઈપણ પ્રકારનું દબાણ નહીં કરી શકાય.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *