ગણદેવી તાલુકાના વાઘરેચ ગામે બુનિયાદી મિશ્રશાળા સાર્ધ શતાબ્દી મહોત્સવ : ૧૬૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાં સન્માન કરાયા

ગણદેવી તાલુકાના વાઘરેચ ગામે બુનિયાદી મિશ્રશાળા સાર્ધ શતાબ્દી મહોત્સવ : ૧૬૦ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નાં સન્માન કરાયા

ગણદેવી તાલુકા નાં વાઘરેચ ગામે ૧૫૦ વર્ષ અગાઉ બુનિયાદી મિશ્રશાળાની સ્થાપના કરાઈ હતી. ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ નાં અધ્યક્ષ સ્થાને શાળામાં રવિવાર સવારે ૧૫૦ વર્ષ નિમિતે ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’ ની ઉજવણી કરાઈ હતી. સાંસ્કૃતિક રંગારંગ કૃતિઓ એ ઉપસ્થિતો નાં મન મોહી લીધા હતા.

વાઘરેચ બુનિયાદી મિશ્ર શાળા માં રવિવારે સાર્ધ શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. સમગ્ર પંથક માં ૧૫ દાયકા અગાઉ શિક્ષણ ની જ્યોત જગાવનાર શાળા નાં અનેક સંસ્મરણો તાજા કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓ એ શિક્ષણ ની મહત્તા સમજાવી હતી. અહીં શુક્રવારે સરસ્વતી યજ્ઞ સાથે સાર્ધ શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થી સન્માન કરાયા હતા. ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ પ્રમુખસ્થાને સાર્ધ શતાબ્દી મહોત્સવ માં સ્વાગત ગીત, પ્રાર્થના, માઈમ, બાળગીત, અભિનય ગીત, નાટક, શૌર્યગીત, ગરબા જેવી ૧૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

આ શાળામાં અભ્યાસ કરીને વિવિધ સરકારી વિભાગોમાં તેમજ ખાનગી વિભાગો ઉપરાંત પોતાના ક્ષેત્રમાં ઉચ્ચ સફળતા મેળવનાર ૧૬૦ જેટલાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બહાર દેશમાં વસવાટ કરતાં NRI નું અને શાળાના વિકાસ માટે બહુમૂલ્ય ફાળો આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનો તેમજ વાલીજનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.

સમગ્ર કાર્યક્રમને મોજ થી નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલ, વાઘરેચ સરપંચ સુજીત પટેલ, બિપીનચંદ્ર પટેલ, મહેન્દ્ર પટેલ, નઝીરહુસેન મોહમદ તાઈ, કલ્પેશ ટંડેલ, અમીત ટંડેલ, ઉત્કર્ષ પટેલ, સતીષ આહીર સહિત અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *