
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જીવન ઝાંખીનું પ્રદર્શન યોજાયું
- Local News
- September 30, 2024
- No Comment
ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક “Power Within : The Leadership Legacy of Narendra Modi” જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે આ પુસ્તક આધારિત પરિસંવાદ કાર્યક્રમ નું આયોજન નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ માં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા વાળા ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં સૌપ્રથમ દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીવન ઝાંખી કરાવતી પ્રદર્શનની ખુલ્લી મુકવામાં આવી હતી જેને હાજર લોકોએ નિહાળી હતી. ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જાહેર જીવનવહીવટી કુશળતા ના વિસ્તરણ સાથેનું સુંદર વક્તવ્ય ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણા દ્વારા આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી શીતલબેન સોની નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઈ શાહ,નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, સદસ્યતા અભિયાનના દક્ષિણ ગુજરાતના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, જીગ્નેશભાઈ નાયક,નવસારી વિજલપોર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પરેશભાઈ કાસુન્દ્રા સહિતના મહાનુભાવો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.