‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : નવસારી જિલ્લામાં નાણાંમંત્રીના હસ્તે દાંડી કિનારેથી વિકાસ પદયાત્રાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી 

‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : નવસારી જિલ્લામાં નાણાંમંત્રીના હસ્તે દાંડી કિનારેથી વિકાસ પદયાત્રાને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવી 

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૩ વર્ષ અગાઉ રાજ્યના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં જુદી-જુદી થીમ અન્વયે “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજયના નાણામંત્રી કનુભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં જલાલપોર તાલુકાના ઐતિહાસિક સ્થળ દાંડી ખાતે “વિકાસ સપ્તાહ”કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. વિકાસ યાત્રામાં મહિલાઓ, ખેડૂતો અને આદિમ જૂથ સહિતના નાગરિકો, ગરીબો-વંચિતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી સૌના સહિયારા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત, શાળા પ્રવેશોત્સવ, ગરીબ કલ્યાણ મેળા,સેવાસેતુ જેવા અનેક વિકાસલક્ષી પ્રયાસો થકી ગુજરાતને સમગ્ર ભારતના મોડેલ સ્ટેટ તરીકે વિકસાવ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ઉત્તમ આયોજનને પગલે સૌર ઊર્જા ક્ષેત્રે તેમજ ‘કેચ ધ રેઇન’ પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણીના સંચયની કામગીરી માટે પણ રાજ્યસરકાર દ્વારા ઝડપભેર પ્રયાસો કરાઇ રહ્યા છે.

“વિકાસ સપ્તાહ”ની ઉજવણી અવસરે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ દાંડી બીચ ખાતે થી “વિકાસ પદયાત્રા”ને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રા દાંડી પ્રાર્થના હોલ ખાતે પહોંચી મહાત્મા ગાંધીજીની પ્રતિમાને મંત્રીએ સૂતરની આટી પહેરાવી હતી.પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ બેનરો સાથે તેમજ દાંડીના ગ્રામજનો પણ ઉત્સાહભેર જોડાયા હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહીત પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહયા હતાં.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *