13 વર્ષની ઉંમરે વૈભવે કર્યો અદ્ભુત કારનામો, આ ટીમે તેના ઉપર કરોડોની બોલી લગાવી!?
- Sports
- November 26, 2024
- No Comment
IPL 2025 મેગા ઓક્શન 2025: IPL 2025 ની હરાજીમાં સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી કરોડપતિ બની ગયો છે. 13 વર્ષના વૈભવને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દિલ્હીએ પણ વૈભવ માટે લાંબા સમય સુધી બોલી લગાવી હતી. વૈભવની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી.
વૈભવ સૌથી યુવા ખેલાડી છે
તમને જણાવી દઈએ કે, વૈભવ સૂર્યવંશી IPL મેગા ઓક્શનમાં ભાગ લેનાર સૌથી યુવા ખેલાડી હતો. ડાબોડી બેટ્સમેન વૈભવ માત્ર 13 વર્ષનો છે. 13 વર્ષીય વૈભવે બિહાર માટે પાંચ ફર્સ્ટ ક્લાસ મેચ અને ભારતીય અંડર-19 ટીમ માટે ત્રણ યુવા ટેસ્ટ મેચ રમી છે. તેણે ગયા મહિને ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે પણ સદી ફટકારી હતી.
સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં હરાજી ચાલી રહી છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે હરાજીનો બીજો દિવસ છે. બીસીસીઆઈએ મેગા ઓક્શનમાં બિડ કરવા માટે 204 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા હતા. IPL 2025 મેગા ઓક્શનના પ્રથમ દિવસે કુલ 72 ખેલાડીઓ વેચાયા હતા. આ સમયગાળા દરમિયાન તમામ 10 ટીમોએ મળીને કુલ 467.95 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. હવે આજે એટલે કે હરાજીના બીજા દિવસે 493 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. જો કે, આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ 132 ખેલાડીઓ જ વેચી શકાશે.