નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

નવસારી નેહરુ યુવા કેન્દ્ર દ્વારા” આપણો સંવિધાન, આપણો સ્વાભિમાન” ના નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ પદયાત્રા યોજાઈ

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા સંવિધાન દિવસની મહત્ત્વપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી . આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાઓમાં સંવિધાનની જાગૃતિ અને સંવિધાનના દૈનિક જીવનમાં મહત્વ વિશે સમજ ઊભી કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત સંકલ્પ પદયાત્રાથી કરવામાં આવી હતી, જે ફુવારા સર્કલથી શરૂ થઈને એમ. બી. ગોહિલ ફિઝિયોથેરાપી કોલેજ સુધી પહોંચી હતી. પદયાત્રા દરમિયાન, યુવાનોએ “આપણા સંવિધાન, આપણો સ્વાભિમાન” ના ઉત્સાહી નારાઓ સાથે સંવિધાનના મહત્વ વિશે જનજાગૃતિ ફેલાવી હતી.

આ પ્રસંગે, ઉપસ્થિત મહેમાનોએ યુવાનોને સંવિધાનનું મહત્વ અને મૂળ ફરજો તથા સમાનતા, એકતા અને સ્વતંત્રતા અંગે માર્ગદર્શન આપ્યું હતું . તેમને વધુ માહિતી આપતા તેઓએ યુવાનોને સંવિધાનના વિધાન અને દેશના વિકાસમાં તેના મહત્વ અંગે જાગૃત કર્યા.

આ કાર્યક્રમમાં નિબંધ લેખન અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે યુવાઓને સંવિધાન વિશે વધુ જાણકારી અને સમજ મેળવવાનો અવસર આપતી હતી. આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને મહેમાનો દ્વારા પ્રમાણપત્ર અને ભેટ પાઠવવામાં આવ્યું.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *