નવસારી તાલુકાના સાતેમ ગામે જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી

નવસારી તાલુકાના સાતેમ ગામે જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બાળકોમાં રહેલી શક્તિઓ અને પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્‍ઠ માધ્‍યમ:રાકેશભાઈ દેસાઈ  

જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી , જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તેમજ નવસારી જિલ્લા માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ દ્વારા નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાતેમ ગામે જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૪ યોજાયું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણની કૃતિઓ પ્રદર્શિત કરી હતી.

‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર ગુણવંતભાઈ રમણભાઈ વિધામંદિર સાતેમમાં યોજાયેલા બાળવૈજ્ઞાનિક પ્રદર્શનમાં મહાનુભાવોએ બાળવૈજ્ઞાનિકોની કૃતિઓને રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા, અને આવનારા દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને એવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રદર્શન થકી બાળકમાં રહેલી સુષુપ્‍તશક્તિઓ, કળા, પ્રતિભા ઉજાગર કરવાનું શ્રેષ્‍ઠ માધ્‍યમ છે, તેમજ માનવ જીવનમાં આવતા પડકારો સામે વિજ્ઞાન મદદરૂપ થઇ શકે તેનું ઉત્તમ ઉદાહરણ છે. વૈજ્ઞાનિક શોધ-સંશોધનોના આધારે દેશ આગળ વધે છે. એટલે જ રાજ્યનો શિક્ષણ વિભાગ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ બિંદુ વિકસે તથા બાળકોમાં સંશોધન વૃત્તિ જાગે, ગણિત પ્રત્યે રસ ઉત્પન્ન થાય એવા આશયથી શાળાઓમાં દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનો યોજવા પ્રોત્સાહન આપે છે.

શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરી સૌને આવકાર્યા હતા. આ પ્રદર્શનમાં વિવિધ વિષયો પર વિજ્ઞાન કૃતિઓ રજૂ કરાઈ હતી, જે પૈકી વિજેતા વિદ્યાર્થીઓને ધારાસભ્યશ્રી તથા મહાનુભાવોના હસ્તે શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લામાં બાળકો દ્વારા રજુ થયેલ કૃતિઓનું “૨૬મું સંકુલ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪-૨૫” પુસ્તકનું વિમોચન કરવામાં આવેલું છું.

આ પ્રસંગે શૈક્ષિણક સંઘોના હોદ્દેદારો, પ્રતિનિધિઓ, જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, શિક્ષકો, બાળવૈજ્ઞાનિકો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *