
નવસારી જિલ્લા કલાકારો જોગ:યુથ આર્ટીસ્ટ પોર્ટ્રેટ શિબિરમાં જોડાવાની અમુલ્ય તક આનુષાંગિક સાધન સામગ્રી વિના મૂલ્યે પૂરી પડાશે
- Local News
- November 27, 2024
- No Comment
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા જિલ્લાની કલા સંસ્થાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પોર્ટ્રેટ શિબિરની જાણકારી અને અનુભવ મળે તે હેતુસર યુથ આર્ટીસ્ટ પોર્ટ્રેટ શિબિરનું આયોજન આગામી તા.16/ 12/ 2024 થી તા.22/ 12/ 2024 દરમિયાન બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય, અમલસાડ, તા: ગણદેવી, જિ: નવસારી ખાતે કરવામા આવ્યું છે. જેમાં શિબિરાર્થિને શિબિરલક્ષી આનુષાંગિક સાધન સામગ્રી વિના મૂલ્યે કચેરી દ્વારા પૂરી પાડવામાં આવશે.
આ શિબિરમાં જોડાવા માટે નિયત નમૂના મુજબનું અરજીપત્ર ભરી મોકલવાનું રહેશે. અરજીપત્ર મેળવવાનું અને મોકલવાનું સરનામું: આચાર્ય બી. એ. મહેતા કલા મહાવિદ્યાલય, અમલસાડ,તા: ગણદેવી,જિ: નવસારીના સરનામે આગામી તા: 14/12/2024 સુધીમાં મોકલી આપવાનું રહેશે. વહેલા તે પહેલાંના ધોરણે આવેલ અરજીપત્રની યોગ્યતા અનુસાર 50 ની સંખ્યામાં પસંદગી તેમજ કાર્યક્રમ અંગે જાણ કરવામાં આવશે જેની નોંધ લેવા નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવાયું છે.