આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

આજે ભાજપનો 46મો સ્થાપના દિવસ નવસારી ખાતે કરાઈ,7થી 12 એપ્રિલ સુધી યોજાશે વિશેષ કાર્યક્રમો યોજાશે

6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટી માટે એક ઐતિહાસિક અને ગૌરવભર્યો દિવસ છે.આજના દિવસે વર્ષ 1980માં જનસંઘમાંથી અલગ પડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાજપના સ્થાપનાને 45 વર્ષ પૂર્ણ થયા છે. આજના દિવસે સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ફાઈલ ફોટો

ભાજપ હાલમાં કેન્દ્રમાં સતત ત્રીજી વાર શાસન કરી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ ત્રીજી કાર્યકાળ છે. પાર્ટીની સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં વિવિધ ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપે પોતાના કાર્યકર્તાઓને આ અવસરે વિશેષ કાર્યક્રમો આયોજિત કરવાની સૂચના આપી છે.

પાર્ટી તરફથી જાહેર કરાયેલ કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ 7થી 9 એપ્રિલ સુધી ભાજપના સક્રિય સભ્યોના સંમેલન યોજાશે. ત્યારબાદ તારીખ 10થી 12 એપ્રિલ દરમિયાન “ગાંવ-બસ્તી ચાલો” અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જનસંપર્ક કરવામાં આવશે.

નવસારી જિલ્લામાં પણ આ ઉજવણી ઉત્સાહભેર થઇ રહી છે. નવસારી કમલમ ખાતે ભાજપના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહના હસ્તે ધ્વજ વંદના કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નવસારી ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જલાલપોર ધારાસભ્ય આર.સી. પટેલ અને અન્ય જિલ્લાની આગેવાની સભ્યોએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *