ક્રિકેટ જગતમાં શોક:૧૦,૦૦૦થી વધુ રન બનાવનારા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન
- Sports
- April 23, 2025
- No Comment
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વાઈસ-કેપ્ટન કીથ સ્ટેકપોલનું નિધન થયું છે. તેઓ ૮૪ વર્ષના હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ માહિતી આપી.
ક્રિકેટ જગતમાંથી દુઃખદ સમાચાર આવ્યા છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કીથ સ્ટેકપોલનું ૮૪ વર્ષની વયે અવસાન થયું છે. કીથ સ્ટેકપોલ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ઉપ-કપ્તાન હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કીથ સ્ટેકપોલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ X પર લખ્યું: આપણે બધા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન અને વિક્ટોરિયન ક્રિકેટર કીથ સ્ટેકપોલના નિધન પર શોક વ્યક્ત કરીએ છીએ. કીથે ક્રિકેટની રમત જોશ, હિંમત અને સન્માન સાથે રમી.
કીથ સ્ટેકપોલે ૧૯૬૬માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ૨૮ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. મધ્યમ ક્રમના બેટ્સમેન અને સ્પિનર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર કીથને ૩ વર્ષમાં બિલ લોરી સાથે ઓસ્ટ્રેલિયાનો ઓપનર બનાવવામાં આવ્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયા માટે 43 ટેસ્ટ મેચ રમી, જેમાં 2807 રન બનાવ્યા અને 15 વિકેટ લીધી. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 7 સદી અને 14 અડધી સદી પણ ફટકારી હતી. તે લેગ સ્પિન બોલિંગ કરતો હતો. કીથ ૧૯૭૧માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી ODI મેચનો પણ ભાગ હતો. મેલબોર્નમાં રમાયેલી આ મેચમાં તેણે ત્રણ વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયાની પાંચ વિકેટથી જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.
https://x.com/CricketAus/status/1914855740726239276?t=QmDB8dl2p1ZI0jD0azqBpA&s=19
એશિઝમાં શાનદાર પ્રદર્શન
સ્ટેકપોલનું શ્રેષ્ઠ પ્રદર્શન એશિઝમાં જોવા મળ્યું. તેમણે ઈંગ્લેન્ડ સામે ૧૩ ટેસ્ટમાં ૫૦.૬ ની સરેરાશથી ૧૧૬૪ રન બનાવ્યા, જેમાં ૧૯૭૦ માં બ્રિસ્બેન ખાતે ટેસ્ટ ક્રિકેટમાં તેમનો સર્વોચ્ચ સ્કોર પણ સામેલ હતો. ઈયાન ચેપલની કેપ્ટનશીપ હેઠળ ૧૯૭૨ ની એશિઝ શ્રેણી માટે તેમને ઓસ્ટ્રેલિયાના ઉપ-કપ્તાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે આ એશિઝ શ્રેણીમાં ૫૩.૮૮ ની સરેરાશથી ૪૮૫ રન બનાવીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આ શાનદાર પ્રદર્શન માટે તેમને ૧૯૭૩માં વિઝડનના ક્રિકેટર્સ ઓફ ધ યરમાં સ્થાન મેળવવાનો સન્માન મળ્યો હતો. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦ હજારથી વધુ રન બનાવ્યા અને ૧૪૮ વિકેટ લીધી.