નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારીના વાંદરવેલા શાળાના શિક્ષક મિત્રના શંકાસ્પદ મોત: ચીખલીના રાનકુવામાં શિક્ષિકાના ઘરમાં બંનેની લાશ મળી, શિક્ષક દોરડે લટકતો હતો અને શિક્ષિકા જમીન પર પડી હતી

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાંદરવેલા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લતા પટેલ (ઉ.વ. 45) અને છોટુ પટેલ મૃત હાલતમાં મળી આવ્યા છે. આ ઘટના પગલે સમગ્ર ગામમાં ચકચારનો વિષય બન્યો છે.

બન્નેના મૃતદેહ લતા પટેલના નિવાસસ્થાને મળી આવ્યા હતા. ઘટનાની જાણ પાડોશીઓએ ચીખલી પોલીસને કરતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતદેહોને કબ્જે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

https://www.facebook.com/share/v/1G1znpEFc2/

શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત

સ્થાનિકોમાં ચર્ચા છે કે આ ઘટના હત્યા અને આત્મહત્યાનો હોવાની શંકા છે. સંદેહ વ્યક્ત કરાયો છે કે છોટુ પટેલે પહેલા લતા પટેલની હત્યા કરી બાદમાં પોતે દોરડા વડે લટકી આત્મહત્યા કરી લીધી હોય શકે આ માત્ર તર્ક હોય શકે  જોકે, હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને પોલીસ સમગ્ર મામલે જરૂરી પગલાઓ લઈ રહી છે.

પોલીસ તપાસ ચાલુ

ચીખલી પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી ત્વરિત તપાસ શરૂ કરી છે. બન્નેના પેનલ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યા છે, અને અંતિમ રિપોર્ટ મળ્યા બાદ જ મોતના સાચા કારણો સામે આવશે. હાલ ગામમાં શોક અને ચિંતાનો માહોલ છે. સ્થાનિક લોકો સત્ય જાણવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પોલીસ દ્વારા તમામ પાસાઓ, સ્થળ પુરાવાઓને ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરી રહી છે. આ કેસના રહસ્ય પર પડદો ઉઠવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *