પોલીસે સાધુનો વેશ ધારણ કરીને: 27 વર્ષ જૂના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર આરોપીને નવસારી આરોપીની પકડયો, નવસારી એલસીબીએ પાટણના મંદિરમાંથી ધરપકડ કરી
- Local News
- April 29, 2025
- No Comment
નવસારી એલસીબીએ પાટણના મંદિરમાંથી 27 વર્ષ જૂના હત્યા કેસમાં પેરોલ જમ્પ કરીને ફરાર આરોપીને પકડી પાડ્યો
નવસારી એલસીબી પોલીસે 27 વર્ષ જૂના હત્યા કેસના આરોપીને પકડી પાડ્યો છે. આ કેસના આરોપી એવા પ્રવીણ ચેતનદાસ પ્રજાપતીને પકડી પાડ્યો છે.વર્ષ 1998માં ગણદેવી તાલુકાના એક ગામમાં પ્રવીણે પોતાના મિત્ર પરેશના માથામાં કુહાડીના ઘા મારી અને રૂમાલથી ગળું દબાવી તેની હત્યા કરી હતી. બાદમાં લાશ નજીકના કોતરડામાં વેલા નીચે છુપાવી ફરાર થઈ ગયો હતો .
https://www.facebook.com/share/v/1AQuZMj5AX/
આરોપી એવા પ્રવીણને 13 એપ્રિલ 1998ના રોજ સુરત જિલ્લાના મહુવા કાચેલીયા ગામથી ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં સજા દરમિયાન તે 10 મે 1998ના રોજ વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તે જેલમાં હાજર થયો ન હતો, જેના કારણે કોર્ટમાંથી વોરંટ જારી કરવામાં આવ્યું હતું. તે ત્યારબાદ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન,ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક મંદિરો અને આશ્રમોમાં આશ્રય લેતો રહ્યો હતો.
પોલીસને વર્ષ 1996ના એક લગ્ન પ્રસંગની જૂની વીડિયો કેસેટમાંથી આરોપીનો ફોટો મળ્યો હતો.પછી જુલાઈ 2024માં માહિતી મળી કે આરોપીનું નામ હવે પ્રભુદાસ છે અને તે મહીસાગર જિલ્લાના વરેઠા ગામના જયેશ્વર મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે. વધુમાં મળેલી માહિતી મુજબ તે પાટણ-શંખેશ્વર વિસ્તારમાં હોવાનું જાણવા મળતાં નવસારી એલસીબીના પીઆઈ ડી.એમ.રાઠોડ અને તેમની ટીમ સાથે સાધુના વેશમાં એક અઠવાડિયા સુધી જુદા જુદા મંદિર તપાસ કરી હતી.અંતે શંખેશ્વર સ્થિત મોમાઈ માતાના મંદિરમાંથી આરોપી પ્રવીણ ઉર્ફે પ્રભુદાસને ઝડપી પાડવામાં આવ્યો છે.
નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે આરોપીએ વર્ષ 1998માં ગણદેવી તાલુકાના એક ગામમાં પોતાના મિત્રની હત્યા કરી નાસી ગયો હતો. ત્યારબાદ તે તેની ધરપકડ થયા બાદ તેને જેલ થઈ હતી જેમાંથી વજગાળાના જામીન મેળવી તે બહાર આવ્યો હતો પરંતુ પરિવાર જેલમાં પરત ન ફરતા તેના વિરુદ્ધ કોર્ટમાંથી સમન્સ ઇશ્યૂ થયું હતું.

જેના આધારે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1998 થી ભાગેડુ આ આરોપી સાધુનો વેશ ધારણ કરી અલગ અલગ મંદિરમાં પુજારી તરીકે કામ કરતો હતો જેની શોધખોળ કર્યા બાદ એલસીબીએ તેની ધરપકડ કરી ગણદેવી પોલીસ સ્ટેશનનો એક કેસ ઉકેલો છે.