નવસારીમાં AICCના સેક્રેટરી અને નિરીક્ષક પ્રફુલ પાટીલની મુલાકાત: નવા કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે બેઠક,ભાજપની સ્ટ્રેટેજી પર કર્યા સીધો વાર: જુઓ વિડિઓ
- Local NewsUncategorized
- April 29, 2025
- No Comment
AICC ના નિરીક્ષક પ્રફુલ પાટીલના જણાવ્યા મુજબ,પેજ પ્રમુખ ભ્રમ ફેલાવવાનું કામ છે?!લોકશાહીમાં “ગઢ” પ્રકારની કોઈ વસ્તુ હોતી નથી અને નવસારીમાં સી.આર પાટીલનો ગઢ હોવાનો ભ્રમ ખોટો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ કાર્યકર્તાઓ મહેનત કરી રહ્યા છે અને આગામી સમયમાં પરિણામ લાવશે.
ગુજરાત કોંગ્રેસમાં સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નવસારી જિલ્લામાં AICCના નિરીક્ષક અને નાગપુરના પૂર્વ સાંસદ પ્રફુલ પાટીલનું આગમન થયું છે. આગામી સમયમાં નવસારી જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રફુલ પાટીલ સહિત નિરીક્ષકોની ટીમે વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઈ સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
https://youtu.be/66vGptGiRRk?si=PCvMLj4btOgN3oID
પ્રફુલ પાટીલએ સ્પષ્ટ કર્યો કે લોકશાહીમાં ‘ગઢ’ જેવી કોઈ કલ્પના નથી. તેમણે કહ્યું, “અમે માનતા નથી કે નવસારી સી.આર. પાટીલનો ગઢ છે. અમારા કાર્યકરો સજાગ છે અને કઠોર મહેનત કરી રહ્યા છે.પરિણામો જરૂર મળશે.”
આ મુલાકાત દરમ્યાન સંગઠન સૃજન અભિયાન અંતર્ગત નિરીક્ષકોની ટીમમાં બાબુ રાયકા,દર્શન નાયક,રોહિત પટેલ અને ગૌતમ પટેલનો પણ સમાવેશ થાય છે. આગામી બે દિવસો સુધી જિલ્લામાં સંવાદ ચલાવશે. નવસારીમાં તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લા પ્રમુખની પસંદગી માટે યોગ્ય ઉમેદવાર શોધવાનો છે. નવા સંગઠન પ્રમુખ માટે નિષ્ઠાવાન કોંગ્રેસી હોવા ઉપરાંત છેલ્લા પાંચ વર્ષથી પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલા અને સ્વચ્છ ચારિત્ર્ય ધરાવતા નેતાની શોધ કરવામાં આવશે.

પ્રફુલ પાટીલએ પેજ પ્રમુખ વ્યવસ્થા ઉપર નિશાન સાધ્યું અને કહ્યું કે, “આવી વ્યવસ્થાઓ માત્ર વિરોધ પક્ષના કાર્યકરોને ધિક્કારવા માટે છે. જો પેજ પ્રમુખ પદ્ધતિ એટલી અસરકારક હોત તો ભાજપની લોકસભાની બેઠકો 272થી ઘટીને 240 કેમ થાત?”
તેમણે રાજ્યમાં વર્તમાન મુદ્દાઓની ચર્ચા કરતાં કહ્યું કે મોંઘવારી, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર જનતાની મુખ્ય ચિંતાઓ છે. રાજ્યનો વેપાર બે વ્યક્તિઓ સુધી મર્યાદિત થઈ ગયો છે અને GSTના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
આ પહેલ રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવાના વ્યાપક અભિયાનનો ભાગ છે. AICC એ 100 વર્ષ પહેલાના નાગપુર અધિવેશનમાં રચાયેલા સંગઠન માળખાની સમીક્ષા કરી છે. નવા માળખામાં જિલ્લા પ્રમુખોને વધુ નિર્ણય શક્તિ આપવામાં આવશે.
કોંગ્રેસના AICC સેક્રેટરી પ્રફુલ પાટીલનો આક્ષેપ: ભાજપ મુદ્દાઓથી ભટકાવી ધર્મ-જાતિના નામે નફરતની રાજનીતિ કરે છે
