નવસારીના:મગોબ ભાઠા ગામે તળાવમાં મગરની હાજરી જણાઈ આવી, ગ્રામજનોએ મગર દેખાતો હોવાની જાણ કરતા વનવિભાગે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી: જુઓ વિડિઓ

નવસારીના:મગોબ ભાઠા ગામે તળાવમાં મગરની હાજરી જણાઈ આવી, ગ્રામજનોએ મગર દેખાતો હોવાની જાણ કરતા વનવિભાગે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી: જુઓ વિડિઓ

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મીંઢોળા નદી નજીક આવેલ મગોબ ભાઠા ગામના તળાવમાં છેલ્લા ચાર મહિનાથી મગરની હાજરીને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અનુમાન મુજબ મગર તળાવ નજીક આવેલી મીંઢોળા નદીમાંથી રેલના પાણીમાં અથવા પાણી ભરતી દરમિયાન તળાવમાં આ મગર પ્રવેશ્યો હશે. હાલ તે તળાવના મધ્ય ભાગમાં આવેલી બાવળ તથા ઝાડી-ઝાંખરમાં આશરો લે છે. તેમજ તળાવમાં રહેલ માછલીઓ ભોજન કરી રહ્યો છે

https://youtu.be/ZYQrKh8rm7k?si=6-BFpcrAqdlO1V-O

સ્થાનિકોના જણાવ્યા મુજબ મગર ઘણીવાર બપોરના સમયે તળાવની કિનારે બહાર જોવા મળે છે. આ તળાવનો ઉપયોગ ગામના પશુઓ માટે પાણી પીવાનું સ્થળ અને મહિલાઓ માટે કપડાં ધોવાનો સ્થાન તરીકે થાય છે, કોઈ અનિછનીય ધટના બને જેના માટે ગ્રામજનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

નવસારીમાં મગર વિશે

નવસારીમાં મગર દેખાવાની આ પ્રથમ ધટના નથી આ અગાઉ વર્ષ 2014માં પણ મગર દેખાવાની ધટના બની હતી. જલાલપોર તાલુકાના દિપલા ગામે આશરે એક થી દોઢ ફુટ મગર દેખાયો હતો. જેને સ્થાનિક એન.જી.ઓ તથા વનવિભાગ પકડી ને સરદાર સરોવર ડેમ નજીક જરૂરી કાર્યવાહી કરી નર્મદાના પાણીમાં મુક્ત કરાયો હતો.

ફરી એકવાર વર્ષ 2025 શરૂઆતમાં 18 મી જાન્યુઆરી દિવસે જલાલપોર તાલુકાના મગોબ ભાઠા ના તળાવ કિનારે એક મગર દેખાયો હોવાનું સામે આવ્યું હતું. અવારનવાર મગર દેખાત ગ્રામજનોએ નવસારી સામાજિક વનીકરણ વિભાગને જાણ કરતાં સુપા રેન્જ દ્વારા તળાવ કિનારે મગર પકડવા માટે ખાસ પાંજરું ગોઠવવામાં આવ્યું છે. હાલ મગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મગર ઉપર વર્ષો કામગીરી કરનાર કહેવું છે કે આ મગોબભાઠા ગામે જે દેખાય છે તે મગર કે માર્શ મગર છે.અને આ મગર નર્મદા નદી કિનારે તેમજ સરદાર સરોવર ડેમ વિસ્તારમાં જોવા મળે છે.તેનો ઉપરનો ભાગ જેનો રંગ રાખોડી-ભુરો અને પૂંછડી પર ઘેરા ભૂરાથી કાળા રંગના નિશાન હોય છે. તેમજ નીચે પીળાશ પડતો હોય છે.

આવો જાણીએ મગર વિશે

મગર શબ્દ સંસ્કૃત શબ્દ મકર પરથી બનેલો મનાય છે. ભારતમાં મગરની ત્રણ પેટાજાતિઓ જોવા મળે છે, જે મીઠા પાણીના મગર, ખારા પાણીના મગર અને ઘડિયાલ છે.

પ્રાણી શાસ્ત્રની પરિભાષામાં મગરએ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું. પરંતુ પૃથ્વીની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું આ પ્રાણી મગર આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે.તે સામાન્યત ઉષ્ણ પ્રદેશો જેવા કે દક્ષિણ એશિયા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા,મધ્ય અમેરિકા અને ભારતનાં નદીઓ તથા કિનારે સરોવર અને દરિયાકાંઠે જોવા મળે છે. દિવસ દરમિયાન મગર પાણીની બહાર જમીન પર પરંતુ મધ્યાહ્ન સમયે પાણીની આસપાસ ઠંડકવાળી જગામાં આશ્રય લેતો હોય છે.જ્યારે રાત્રિ દરમિયાન તે પાણીમાં રહેતો હોય છે.

મગરના મુખના આગલા છેડેથી બે આંખો ઊપસી આવેલી જોવા મળે છે.તે જ પ્રમાણે શ્વસનછિદ્રોની જોડ પણ ત્વચાની સપાટી કરતાં પણ ઊંચે આવેલી હોય છે. મગર જ્યારે પાણીમાં તરે ત્યારે તે મુખનો આગલો ભાગ પાણીની બહાર કાઢે છે. તેથી પાણીમાં રહેવા છતાં મગરને જોવાની કે શ્વાસ લેવાની જરાય પણ તકલીફ પડતી નથી.

વિશ્વભરમાં મગરની કુલ 23 પ્રજાતિઓ જોવા મળે છે. જેમાંથી મુખ્યત્વે ભારતમાં ત્રણ પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં જોવા મળતા મગરોની ત્રણ પ્રજાતિઓમાંથી માર્શ પ્રજાતિના મગર ગુજરાતના વડોદરા શહેરમાં સૌથી વધારે જોવા મળે છે તેમજ નર્મદા નદી કિનારે જેનો મુખ્ય કારણ ખોરાકની સાથે મગર પોતાની જાતને કાદવ પાણી અથવા જમીનની અંદર સરળતાથી છુપાવી શકે છે.મગરને એક કુશળ શિકારીના રૂપમાં જોવામાં આવે છે. શિકાર કરતી વખતે પોતાની પુછડીનો શિકારને પછાડવામાં તે ઉપયોગ કરે છે. તેના જડબાના દાંત ઉપર નીચે સામસામા ગોઠવાયેલ હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાયા પછી ભાગ્યે જ બચી શકે છે. હાથી કે સિંહ જેવા વિશાળ પ્રાણીનો શિકાર કરતી વખતે મગર તેના જબડા વડે ત્રણ હજાર કિલો જેટલું (બાઈ ફોર્સ)વજન શિકાર પર નાખી શકે છે.

મીઠ્ઠા પાણીના મગરો વિશે : 

ભારતમાં ત્રણ પ્રકારના મગરો જોવા મળે છે. જેમાં એસયુટેન મગરો જે ખારા પાણીમાં રહેતી પ્રજાતિ છે. જ્યારે વડોદરા શહેરમાં,સરદાર સરોવર ડેમ, નર્મદા નદી કિનારે શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તાર જોવા મળતા માર્શ મગરોએ મીઠ્ઠા પાણીના મગરો છે. તેમજ ઘડિયાળ તરીકે ઓળખાતા મગરોએ નદી અને નાળા જેવા વિસ્તારોમાં સામાન્ય રીતે વધુ જોવા મળે છે.

ગુજરાત સહિત મગરો ક્યાં વિસ્તારોમાં જોવા મળે છે?

મગર એટલે ક્રોકોડાઇલ સમગ્ર ભારત સહિત અન્ય દેશો જેવા કે,પાકિસ્તાન,ઈરાન,શ્રીલંકામાં જોવા મળે છે.સૌથી વધુ ભારત દેશમાં મગર જોવા મળે છે.

મગર ગુજરાતના ઘણા બધા શહેરોમાં પણ જોવા મળે છે જેમ કે,સૌરાષ્ટ્ર,જૂનાગઢ,કચ્છના રણમાં, આણંદ,ખેડા,વડોદરામાં મગરો, અમદાવાદ ખાતે પણ જોવા મળે છે.વડોદરામાં મગર વિશ્વામિત્રી નદી સહિત આજવા સરોવર, દેવ નદી, શહેરના નાના-મોટા જળાશયો અને કેનાલોમાં, ઢાઢર નદીમાં પણ આવેલા છે. જેમાં ફક્ત વિશ્વામિત્રી નદીમાં અંદાજિત  400 ઉપરાંત મગરો છે અને આખા વડોદરા જિલ્લામાં લગભગ અંદાજિત 800 જેટલા મગરો વસવાટ કરી રહ્યા છે. નર્મદા નદી સરદાર સરોવર તેમજ નર્મદા નદીમાં મગરો જોવા મળે છે. સુરતના તાપી નદી કિનારે પણ મગરો જોવા મળે છે.

મગરનું આયુષ્ય :

સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50 થી 80 વર્ષનું હોય છે. ઉનાળાનો આરંભ તેનો પ્રજનન કાળ છે. શિયાળા બાદ યોગ્ય માદા મળે ત્યારે મગર પોતાના સંસારની શરૂઆત કરે છે. ગરમીની શરૂઆત થતા તે નદી કિનારે ઈંડા મુકે છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડા માંથી બચ્ચા બહાર આવી જાય છે, ત્યારથી બચ્ચાની તાલીમની શરૂઆત થઇ જાય છે.

માર્શ મગરનું બંધારણ અને વર્તન, કદ અને વિશિષ્ટતા:

માર્શ મગરમચ્છ શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે. આ મગર ખુબ જ ઝડપથી ચાલી શકે છે તેના કરતા વધુ ઝડપથી તરી શકવામાં કુશળ હોય છે. માર્શ મગરો ઝડપથી તરીને 10 થી 12 માઈલની સ્પીડ પકડી શકે છે. માર્શ મગરની પ્રજાતીના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. મેલ માર્શ મગર ફીમેલ માર્શ મગર કરતા 2.45 મીટર (8 ફુટ) અને ફીમેલ માર્શ મગરો સરખામણીમાં 3.2 મીટર (10 ફુટ) તેથી વઘુ પણ જોવા મળી શકે છે.

માદા મગરો:

મગર અંડપ્રસવી પ્રાણી છે અને તેની માદા ગ્રીષ્મઋતુને અંતે અને વર્ષાઋતુની શરૂઆતમાં ઈંડાં મૂકે છે. ઈંડાં મરઘીના જેવાં હોય છે.પરંતુ સહેજ લાંબાં અને ઓછાં બરડ હોય છે.આ ઈંડાંને તે કચરા અને વનસ્પતિના બનાવેલા માળામાં મૂકે છે.ત્યારબાદ માળાને માટીમાં દાટે છે.બચ્ચાં જન્મે ત્યાં સુધી માતા માળા પર નજર રાખે છે.તાજાં જન્મેલાં બચ્ચાંનો અવાજ સંભળાય ત્યારે તરત જ માળામાંથી બચ્ચાને બહાર કાઢે છે. કેટલીક માદા પોતાનાં બચ્ચાને મોં વાટે અન્ય જગ્યાએ લઈ જાય છે. જો બીકને લીધે બચ્ચાં બૂમ પાડે તો આસપાસમાં અન્ય બધા મગર બચ્ચાંની મદદે દોડી જાય છે.

પોતાનું તાપમાન જાળવવા મોઢું ખોલીને બેસે (બાસ્કિંગ ):

મગર ઠંડું લોહી ધરાવતું પ્રાણી છે.તેઓ પોતાની ગરમી ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે.જેથી તેઓ નદી કિનારે કે તળાવ કિનારે મગરો મોઢું ખોલીને બેસે તેને બાસ્કિંગ એટલે એવી જગ્યા જ્યાં મગરો તાપમાં કલાકો સુધી પડ્યા રહેતા હોય છે. આખી રાત પાણીમાં રહેતા મગરોને શરીરના તાપમાનને જાળવી રાખવા માટે સવારનો તડકો ખાવાની જગ્યા મળી રહે શરીર વધારે પડતું ઠંડુ પડી જતું હોય તેથી મગરને એનર્જીની ખૂબ જરૂર હોવાને કારણે તે જમીન પર આવીને સૂર્યપ્રકાશ લેતું હોય છે.

મગરનો ખોરાક:

મગરનો ખોરાક મુખ્યત્વે માછલી, પક્ષીઓ અને નાના કાચબા જેવાં પ્રાણીઓનો હોય છે. જળાશયની નજીક કાંઠે સહેજ અસાવધ હોય તેવા સમયે ઘણી વખત માનવ શિકાર પણ કરી લે છે.ઘેટાં, વાછરડાં જેવાંને મજબૂત જડબાં વડે પકડી ઝડપથી પાણીની અંદર લઈ જાય છે અને ભક્ષ્યના કટકે કટકે માંસના ટુકડા કરી તેનું ભક્ષણ કરે છે.

કદના આધારે મગરને મોટા અને નાના એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે :

(ક) મોટા મગરની જાતો : (1) સૉલ્ટ વૉટર (salt-water crocodile )(C. porosus) – લંબાઈ 7 મીટર જેટલી, ખુલ્લા દરિયામાં તરી શકે છે. વતન : દક્ષિણ ભારત,સુન્ડા, ફિલિપાઇન્સ, મોલુક્કાસ, ન્યૂ જીનીઆ,ઉત્તર ઑસ્ટ્રેલિયા દેખાય છે. આ લાંબા અંતર સુધી ખુલ્લા દરિયામાં તરી શકે છે.ભારતીય મહાસાગરમાં મગર તરતો નોંધાય ચૂક્યો છે.

(2) નાઇલ (C. niloticus) લંબાઈ 7 મીટર, આફ્રિકા અને મૅડાગાસ્કરનો વતની છે.

(3) ઓરીનોકો (C. intermediate) – લંબાઈ 7.2 મીટર, ઓરીનોકો અને ઍમેઝોન નદીમાં તે જોવા મળે છે.

(4) અમેરિકન (C. acutus) લંબાઈ 7.2 મીટર. દક્ષિણ ફ્લૉરિડા,મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઍન્ટિલિસમાં વસે છે. તે ભારતીય મગર સાથે સાર્દશ્ય ધરાવે છે.

(5) ઘડિયાલ (anarial) : ભારતની ગંગા નદીમાં દેખાતા આ મગરની લંબાઈ સામાન્યપણે 6.5 મીટર જેટલી હોય છે. કેટલાક ઘડિયાલની લંબાઈ 8 મીટર પણ નોંધાયેલી છે. ઘડિયાલનું મુખ સાંકડું જ્યારે ઘણું લાંબું હોવા ઉપરાંત તેનો છેડો આકારે કંદ (bulb) જેવો હોય છે.

(ખ) નાના મગરની જાતો: (1) મોરેલેટસ (C. moreletii) – લંબાઈ 2.5 મીટર જેટલી હોય છે. અમેરિકાનો વતની છે.

(2) મગર (Mugger C. palaustris) તેની લંબાઈ 5 મીટર હોય છે. ભારત અને શ્રીલંકામાં વસે છે.તે નાઇલ મગરને મળતો આવે છે.

(3) ઑસ્ટ્રેલિયન (Australian crocodile – C. johnsoni) તેની લંબાઈ 3 મીટર હોય છે.મોઢું લાંબું અને સાંકડું હોય છે.

(4) ન્યૂ ગિનિયન (New Guinean crocodile – C. novaeguineae).લંબાઈ 3 મીટર જેટલું હોય છે અને તેનું મોઢું લાંબું હોય છે

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *