નવસારીના સાદકપોર ગામમાંથી દીપડી પાંજરે પુરાઇ: નોર્મલ વન વિભાગે ગોઠવેલા પાંજરામાં આશરે ત્રણ વર્ષની દીપડી પકડાઈ, ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો
- Local News
- May 1, 2025
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદકપોર ગામમાં બામણીયા ફળિયામાંથી એક દીપડી પાંજરે પુરાઈ છે. આ પકડાયેલી દીપડી આશરે ત્રણ વર્ષની ઉંમરની હોવાનું વનવિભાગે અનુમાન કર્યું છે.છેલ્લા કેટલાક સમયથી સાદકપોર અને આસપાસના વિસ્તારોમાં દીપડાના આંટાફેરા વધ્યા હતા. સ્થાનિક રહેવાસીઓએ દિપડાને જોયા બાદ ચીખલી નોર્મલ વન વિભાગને આ અંગે જાણ કરી હતી. વન વિભાગે તરત જ વિસ્તારમાં પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે શિકારની શોધમાં આવેલી દીપડી પાંજરામાં પકડાઈ ગઈ હતી. ચીખલી વન વિભાગે દીપડીનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે

વન વિભાગના આર.એફ.ઓ આકાશ પડશાલા જણાવ્યા અનુસાર દીપડા સામાન્ય રીતે નીચે વળીને કામ કરતા ખેડૂતોને કે લોકોને શિકાર તરીકે જોતા હોય છે.આ ઉપરાંત નાના બાળકો, કૂતરા,ઘરેલૂ પશુ,ભૂંડ અને મરઘાં પણ તેમના શિકારની સમજી તેને પકડતા હોય છે.ખેતરમાં કામકાજ કરતી વખતે થોડી થોડી વાર ઉભા થઇ ફરી કામકાજ કરવું જોઈએ.બાળકોને રમવા માટે સાંજ બાદ એકલા રમવા માટે એકલા મુકવા ન જોઈએ.
ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર દીપડા દેખાવાની ધટના બનતી રહે છે જેને લઈ ગ્રામ્ય વિસ્તારોના લોકોએ સીસીટીવી કેમેરા લગાવવાની શરૂઆત કરી છે. આ પગલાથી દીપડાની હલચલ કેમેરામાં કેદ થાય છે અને વન વિભાગને તાત્કાલિક માહિતી આપી શકાય છે.
નવસારી જિલ્લાના પૂર્વી વિસ્તારમાં દીપડાની વસ્તી સતત વધી રહી છે. એક તરફ તેઓ ખેતીને નુકસાન કરતા ભૂંડનો શિકાર કરીને ઉપયોગી સાબિત થાય છે, તો બીજી તરફ માનવ વસવાટમાં આવતા લોકો માટે જોખમ પણ ઉભું કરે છે. આ અંગે સ્થાનિકો વન વિભાગ પાસેથી સહઅસ્તિત્વ બંને કંઈ રીતે ટકાવી શકાય માર્ગદર્શન અપાવવાની આશા રાખે છે.
ગુજરાત રાજ્ય વનવિભાગ કે સ્થાનિક કક્ષા વનવિભાગે જેતે ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારમાં માનવ અને દિપડાઓ વચ્ચે ધર્ષણમાં ધટાડો કરવા માટે જનજાગૃતિ લાલવવા માટે યોગ્ય પગલાઓ લેવા રહ્યા. બીજી તરફ દિપડાઓ પણ માનવ તેમા પણ ખાસ કરીને ખેડૂતો સાચો મિત્ર છે. ખેતરમાં આવતા ભૂંડ પાક તેમજ ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન કરતા હોય છે જેઓ નુકસાન બચવા તેમજ ભૂંડ સંખ્યામાં નિયંત્રણ કરવામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે.