નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓમાં કામ કરનારાઓની ફરજિયાત ઓનલાઈન નોંધણી કરાવવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

તા.૧૧/૦૭/૨૦૨૫ સુધી શ્રમિકો/કામદારોની સાચી ઓળખ પ્રસ્થાપિત તથા ડોક્યુમેન્ટસ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

નવસારી જિલ્લાના ઓધોગિક અને ખાનગી એકમોમાં દ્વારા શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે છે. રોજગારી આપતી વખતે રોજગારી આપનાર સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોના કોઇ પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવામાં માટેની પ્રક્રિયા અપનાવવામાં આવતી ન હોવાના કારણે અસામાજીક તત્વો તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યકિતઓ અને ભારતીય નાગરીકતા નહિ ધરાવતી વ્યકિતઓને રોજગારી આપી દેવામાં આવે છે. જે આપણા દેશ અને રાજયની આંતરીક સુરક્ષા માટે યોગ્ય અને ઇચ્છનીય નથી.

જે અન્વયે નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય બી ઝાલાને મળેલ સત્તાની રૂએ જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના જરૂરી ડોક્યુમેન્ટો મેળવી જે તે સંસ્થા/એકમોએ શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા માટે સબંધિત પોલીસ સ્ટેશનોમાં વિગત આપી તેઓના પૂર્વ ઇતિહાસ અથવા ઓળખ પ્રસ્થાપિત કરવા જીલ્લામાં કોઇપણ સંસ્થા/એકમો તરફથી શ્રમિકો/કામદારોને રોજગારી આપવામાં આવે ત્યારે દરેક શ્રમિકો/કામદારોના પૂર્વ ઇતિહાસ, નાગરીકતા અને ઓળખ અંગે જરૂરી કાર્યવાહી કરવા અંગેનું જાહેરનામું બાહર પાડવામાં આવ્યું છે.

નવસારી જિલ્લામાં મકાનો/બંગલાઓ, કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ટેક્ષ ટાઇલ્સ ઉધોગ, હિરા ઉધોગ, ઓફિસો, દુકાનો, હોટલો, નગર નિગમો માટે મજુરી કામ કરતા પર પ્રાંતિય કોન્ટ્રાકટરના કર્મચારી/કારીગરો/મજુરો, ખાનગી એકમો, ઇંટના ભઠ્ઠા તથા અન્ય ઉધોગો સાથે સંકળાયેલ તમામ પ્રાઇવેટ સેકટરના માલિકો/મેનેજમેન્ટ સ્ટાફ કે જેઓના યુનિટમાં ધરઘાટી નોકર, ડ્રાઇવર, રસોઇયા, વોચમેન, માળી કર્મચારી, કારીગરો, મજુરો જે હાલમાં કામ ઉપર છે તેવા તેમજ કામ ઉપર રાખવામાં આવનાર કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાક્ટના કુર્મેચારી/કારીગરો/મજુરો/નોકરોની માહિતી/હકીકત અંગેની તમામ નોંધણી સીટીઝન પોર્ટલ વેબસાઇટ (www.gujhome.gujarat.gov.in) અથવા સીટીઝન ફ઼સ્ટ એન્ડ્રોઇડ એપ્લીકેશન મારફતે ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે. જે તે સંસ્થા/એકમો/માલિકો દ્વારા નજીકના સબંધિત પોલીસ સ્ટેશનોમાં ફરજિયાત તા. ૧૧/૦૭/૨૦૨૫ સુધી પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *