
ભારતીય હવાઇદળમાં અગ્નીવીર તરીકે જોડાવા માટે અમૂલ્ય તક તા.૩૧ મી માર્ચ સુધી અરજી કરી શકાશે
- Local News
- March 18, 2023
- No Comment
ભારતીય હવાઇદળ (ઇન્ડિયન એરફોર્સ)માં અગ્નીવીર તરીકે જોડાઇને ઉજજવળ કારિકર્દી ઘડવા ઇચ્છતા અવિવાહિત, શારીરિક સશકત પુરુષ/મહિલા ઉમેદવારો એરફોર્સની વિવિધ કેડરની ભરતી માટે આગામી તા.૩૧/૦૩/૨૦૨૩ સુધીમાં https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકશે.
આ માટે ઉમેદવારની લાયકાત ઓછામાં ઓછુ ધોરણ-૧૨ પાસ તેમજ તા.૨૬/૧૨/૨૦૦૨ થી તા.૨૬/૦૬/૨૦૦૬ ની વચ્ચે જન્મેલા પુરુષ/મહિલા ઉમેદવારો અરજી કરી શકે. આ વિશે વધુ માહિતી માટે https://agnipathvayu.cdac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. લાયકાત ધરાવનાર ઉમેદવારોએ ઓનલાઇન અરજીમાં પૂરેપૂરી વિગતો ભરવાની રહેશે. આ માટે પરીક્ષા ફી રૂા.૨૫૦/- રાખવામાં આવી છે. આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, ત્રીજોમાળ, જુનાથાણા, નવસારી ખાતે રૂબરૂ તથા હેલ્પલાઇન નંબર-૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક સાધવા જણાવાયું છે.