ડાંગ જિલ્લામાં રાજીનામાઓની વણઝાર લાગતા હડકંપ સાથે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લામાં રાજીનામાઓની વણઝાર લાગતા હડકંપ સાથે રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે.

ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ દશરથભાઈ પવારે શનિવારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું આપ્યાં બાદ ગતરોજ આહવા મંડળ નાં પ્રમુખ સંજયભાઈ વ્યવહારે એ પણ ગતરોજ ગુજરાત પ્રદેશ રાજીનામું પાઠવી દીધુ છે.

આજે સવારે ડાંગ જિલ્લા લધુમતી મોરચાનાં મહામંત્રી આસીફ ચિરાગભાઈ શાહે પણ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને રાજીનામું પાઠવી દીધું છે તેમાં તેમને જણાવ્યું છે કે હું લધુમતી મોરચાનાં મહામત્રી પદેથી રાજીખુશી થી રાજીનામું આપું છુ તેમને વધુમાં જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં જે જુથવાદ ચાલે છે તેનાં લીધે હું રાજીનામું આપ્યું છે.

બીજી તરફ આજરોજ સી.આર.પાટીલ સંબોધન કરીને બાળુભાઈ એન. ગવળીડાંગ જિલ્લાના અનુસુચિત જાતિ મોરચાના મહામંત્રી પદેથી રાજીખુશીથી રાજીનામું આપુ છું. ડાંગ જિલ્લા સંગઠનમાં ચાલતો આંતરિક જુથવાદ ના લીધે હું રાજીખુશીથી રાજીનામું આપું છુ. જે સ્વીકારવા આપને વિનંતી કરતો પત્ર આપ્યો છે.

ભારતીય જનતા પાર્ટી ના ડાંગ જિલ્લાના અનુસુચિત મોરચાના પ્રમુખ પ્રવિણ આહિરે પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્ર માં તેમણે જણાવ્યું છે કે ડાંગ જિલ્લામાં સંગઠનમાં ચાલતા આંતરિક જુથવાદ પગલે રાજીખુશીથી રાજીનામું આપું છું

આમ ડાંગ જિલ્લામાં ભાજપ પક્ષને મજબુત બનાવવા માટે જે ચુંટણીઓમાં આડેધડ નેતાઓની ભરતી થઈ છે તેવા નેતાઓ જુથવાદની રાજનીતી રમે છે તેનાં મૂળ હોદ્દેદારો તથા કાર્યકરો ભાજપને છોડી રહ્યા છે

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા રાજ્યના તમામ સંગઠનો પ્રદેશ પ્રમુખો આ રાજીનામાં આપવાની મુદ્દે ક્યાં પગલાંઓ લેશે.તેમજ ડાંગ જિલ્લામાં ચાલી રહેલ જુથવાદ પગલે રાજીનામાં પગલે રાજકીય ગરમાટો આવ્યો છે તેને કઈ રીતે શાંત કરશે તે જોવું રહ્યું તેમજ આવનારો સમય બતાવશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *