નવસારીમાં જૈનોના ચાહે ફિરકાઓએ સંયુક્ત રીતે મહાવીર જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરી
- Local News
- April 4, 2023
- No Comment

પરમ પૂજ્ય આચાર્ય ભગવાન રાજપરમ સુરેશ્વરજી મહારાજ આદિઠાણા અને નવસારીમાં બિરાજતા તમામ સાધુ સાધ્વી ભગવંતો ભવ્ય શોભા યાત્રામાં જોડાયા આ ભવ્ય શોભા યાત્રાનું લક્ષ્મણ હોલ ટાવર નજીક નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ નવસારી શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુન્દ્ર, જયેશ શાહ (કાલીયાવાડી) સહિત નગરપાલિકાના અનેક નગરસેવકો સેવિકાઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ દ્વારા વધામણા પાઠવવામાં આવ્યા આ ભવ્ય શોભા યાત્રા નો વરઘોડો નાગ તલાવડી ચોમુખી દેરાસર પાસેથી નીકળી અશોકા ટાવર સાંઢકુવા ફુવારા ટાવર ચાંદની ચોક ટાટા હોલ થઈ નાગ તલાવડી પરત ફર્યો હતો

અરે યાર ફીરકાઓના પ્રમુખ સ્થાને જાણીતા સામાજિક કાર્યકર અને આગેવાન બિલ્ડર પ્રદીપભાઈ મનોહરલાલ જૈન પરિવાર આગેવાની લેવા સાથે મુખ્ય લાભાર્થી તરીકે લાભ લીધો હતો નવસારી પાલિકાના પ્રમુખ જીગીશ શાહ નાયબ પોલીસવડા સંજય રાય સહિત નવસારી ટાઉન પોલીસે કાયદો વ્યવસ્થા માં અસરકારક સહયોગ આપ્યો હતો

ભગવાન મહાવીર જન્મજયંતિ
દર વર્ષે, ચૈત્ર માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ પર મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવે છે,
ભગવાન મહાવીર જૈન ધર્મના 24 મા અને છેલ્લા તીર્થંકર હતા. તેનો જન્મ 599 ઈસ પૂર્વ બિહારમાં લિચ્છવી રાજવંશના વૈશાલીના કીચલપુરમાં થયો હતો. તેમના પિતા મહારાજ સિદ્ધાર્થ અને માતા મહારાણી ત્રિશલા હતા. તેમના બાળપણનું નામ વર્ધમાન હતું. એમ કહેવામાં આવે છે કે તેમના જન્મ પછી રાજ્યનો ઝડપથી વિકાસ થયો, જેના કારણે તેનું નામ વર્ધમાન રાખવામાં આવ્યું. જૈન ધર્મના અનુયાયીઓ માને છે કે ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને તેમણે ઇન્દ્રિયોને વશમાં કરી હતી, જેના કારણે તેમને જિન નામ પણ આપવામાં આવ્યું હતું.

ભગવાન મહાવીરના 5 સિદ્ધાંતો
• અહિંસા: બધા જીવના જીવનું રક્ષણ કરો. કોઈએ હિંસા ન કરવી જોઈએ. જો તમને કોઈ પ્રત્યે હિંસાની લાગણી હોય અથવા એવું લાગે છે, તે પણ એક પ્રકારની હિંસા છે. હિંસાને કારણે તમે હંમેશાં ટેંશનમાં રહેશો. અહિંસાની ભાવના તમને આંતરિક શાંતિ આપશે.
• સત્ય: પરિસ્થિતિ ગમે તે હોઈ શકે તે હંમેશાં સાચું બોલો.
અસ્તેયા: ચોરી ન કરો. અને આવા કર્મોથી બચો.
• બ્રહ્મચર્ય: વ્યભિચાર ન કરો, એટલે કે તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખો. બ્રહ્મચર્યનુ પાલન કરવાથી વ્યક્તિને દર્શન, જ્ઞાન, તપસ્યા, ઉત્તમ ચરિત્ર, સંયમ અને વિનય જેવા ગુણો ગુણો પ્રાપ્ત થાય છે. જેઓ મહિલાઓ સાથે સંબંધ નથી રાખતા તેઓ મોક્ષ તરફ જાય છે.
• અપરિગ્રહ: પરિગ્રહ એટલે આસક્તિ. જરૂરિયાતથી વધુ વસ્તુઓ એકત્રિત કરશો નહીં. વધુ વસ્તુઓનો સંગ્રહ કરવાથી તનાવ થાય છે. અપરિગ્રહથી તમે તનાવથી મુક્ત રહેશો. વસ્તુઓ ખોવાય ત્યારે તેના પ્રત્યેનો મોહ તમારા દુખનુ કારણ બને છે, તેથી અપરિગ્રહના સિદ્ધાંતનુ પાલન કરો.