નવસારીની 138 વર્ષ પ્રાચીન કન્યા શાળા નંબર એક હવે અદ્યતન ભવનમાં સાકાર થશે

નવસારીની 138 વર્ષ પ્રાચીન કન્યા શાળા નંબર એક હવે અદ્યતન ભવનમાં સાકાર થશે

પ્રાચીન નવસારીમાં મોટા બજાર ખાતે જુના પાલિકા ભવનના બિલ્ડીંગમાં ચાલતી કન્યાશાળા નંબર એક લાઇબ્રેરી નજીક બીજું ભવન બંધાતા તબદીલ થઈ હતી આ કન્યાશાળા ની સ્થાપના 18 મે 1885 ના રોજ થઈ હતી આમ આ કન્યાશાળા 138 વર્ષથી ચાલી રહી છે આ શાળા દ્વારા અનેક નામાંકિત કન્યાઓએ ઉમદા નારી તરીકે કારકિર્દી બનાવી છે આ શાળાએ ઉમદા શિક્ષકો પણ આપ્યા છે આ લાઇબ્રેરીની કન્યા શાળા નંબર એકનું મકાન જર્જરિત થતા હાલના મુખ્ય શિક્ષિકા અનિતાબેન ટંડેલ ના નેતૃત્વમાં 211 બાલિકાઓ કુમાર શાળા નંબર એકમાં તબદીલ થઈને ભણી રહી છે

હાલ લાઇબ્રેરી ખાતેનું કન્યા શાળા નંબર એક નું ભવન અંદાજે રૂપિયા સાડા ત્રણ કરોડના ખર્ચે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને જાણીતા સામાજિક કાર્યકર અજય ભાઈ આર દેસાઈ તથા જાહેર બાંધકામ સમિતિના અધ્યક્ષ જગદીશભાઈ મોદી જણાવે છે કે આ શાળામાં કોઈપણ શોપિંગ સેન્ટર આવવાનું નથી દુકાનો આવવાની નથી માત્ર ત્રિ મજલા ઈમારત સાકાર થશે આ શાળા સર્વાંગ શિક્ષણની શાળા બની રહે અને નમૂનેદાર ઇમારત પ્રસ્તુત થાય એવી પાલિકા ચીવટ રાખી રહી છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *