
મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત ના સમાચાર : સીએનજી તથા પીએનજી ગેસના ભાવમાં ઘટાડો, આજથી નવો ભાવ લાગુ
- Business
- April 8, 2023
- No Comment
સીએનજી તથા પીએનજી ભાવને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા અને પીએનજીના ભાવમાં 5 રૂપિયા પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે.
• ગુજરાતીઓ માટે આનંદના સમાચાર
• અદાણીએ કર્યો CNG અને PNGના ભાવોમાં ઘટાડો
• CNGમાં પ્રતિકિલોએ 8.13 રૂપિયાનો ઘટાડો
• PNGમાં પ્રતિકિલોએ 5.06 રૂપિયાનો ઘટાડો
• આજે મધરાતથી નવો ભાવ થશે અમલી
સીએનજી તથા પીએનજી અદાણી ગેસે રાહત આપી છે. અદાણીએ સીએનજી તથા પીએનજી ભાવમાં ઘટાડો કર્યો છે.
અદાણી પીએનજી ભાવ રૂપિયા 49.83 થયો
અદાણી પીએનજીમાં રૂપિયા 4નો ઘટાડો કર્યો છે. હવે અદાણી પીએનજીનો ભાવ રૂપિયા 49.83 થયો છે. અમદાવાદમાં સીએનજીનો પ્રતિકિલોનો ભાવ ઘટીને 73.29 થયો છે. રાજ્યમાં અન્ય ગેસ એજન્સીએ સીએનજીનો ભાવ 5 થી 8 રૂપિયા ઘટાડ્યા છે.
કેન્દ્રની નવી ગેસનીતિને પગલે ભાવ ઘટ્યા
કુદરતી ગેસના ભાવમાં આ ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી છે. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થયો છે. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત છે.
કેન્દ્રની નવી ગેસનીતિને પગલે સીએનજી ગેસના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સીએનજી ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે જ્યારે પીએનજી ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો થયો છે. સીએનજીનો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 રૂપિયા થયો છે. પીએનજીનો નવો ભાવ 5.06 રૂપિયા ઘટીને 49.83 રૂપિયા થયો છે
ઘટાડા બાદ સીએનજી અને પીએનજીના ભાવ કેટલા છે
MGL તરફથી સીએનજીની સંશોધિત કિંમત 79 રૂપિયા પ્રતિ કિલો અને સ્થાનિક પીએનજીની કિંમત વધારીને 49 રૂપિયા પ્રતિ SCM કરવામાં આવી છે, જે 8 એપ્રિલની મધ્યરાત્રિથી લાગુ થશે. આ ઘટાડા સાથે સીએનજી પેટ્રોલ કરતાં 49 ટકા અને ડીઝલ કરતાં 16 ટકા સસ્તું થયું છે, જ્યારે સ્થાનિક પીએનજી LPG કરતાં 21 ટકા સસ્તું થયું છે.