દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ બન્યા ચોરોનો શિકાર, કીટ બેગમાંથી 16 બેટ ચોરાઈ, મેચ પહેલા ટીમ મુશ્કેલીમાં!

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ બન્યા ચોરોનો શિકાર, કીટ બેગમાંથી 16 બેટ ચોરાઈ, મેચ પહેલા ટીમ મુશ્કેલીમાં!

  • Sports
  • April 19, 2023
  • No Comment

દિલ્હી કેપિટલ્સ ટીમ તેમના ગઢમાં હૈદરાબાદ સામે IPL મેચ રમીને રાજધાની પરત ફરી હતી. હોટલના રૂમમાં પરત ફર્યા બાદ તેને તેની કિટબેગ ચોરાયેલી જોવા મળે છે.

IPL 2022ના ભાગરૂપે દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ આ સમયે ચોરોના નિશાના પર આવી ગયા છે. જ્યાં ક્રિકેટરો મેદાન પર ટીમને પાટા પર લાવવાની યોજના બનાવી રહ્યા હતા, તો બીજી તરફ ચોરો દિલ્હીના ક્રિકેટરોની કીટ બેગ પર નજર રાખી રહ્યા છે. ડેવિડ વોર્નરથી લઈને મિશેલ માર્શ અને અન્ય ક્રિકેટરો તેનો શિકાર બન્યા છે. હવે સવાલ એ થાય છે કે ચોર સોના-ચાંદીની વસ્તુઓને બદલે બેટ, બોલ, શૂઝ અને પેડનું શું કરશે? દિલ્હી પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. જો કે હજુ સુધી કોઈ FIR નોંધાઈ નથી.

 

હૈદરાબાદથી દિલ્હી પરત ફરતી વખતે ડેવિડ વોર્નરની આગેવાની હેઠળની ટીમ ચોરીનો શિકાર બની હતી. હૈદરાબાદથી દિલ્હી લાવતી વખતે તમામ ક્રિકેટરોની બેગમાંથી કુલ 16 બેટની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. કોઈ ક્રિકેટરની કીટમાંથી બેટ ગાયબ છે તો કોઈનું પેડ છીનવી લેવામાં આવ્યું છે. આજ તર્જ પર ઘણા ક્રિકેટરોના શૂઝ પણ ગાયબ છે. તમને જણાવી દઈએ કે ક્રિકેટરોની કીટ બેગ ઘણી મોંઘી હોય છે. દરેક કીટ બેગની કિંમત લગભગ એક લાખ રૂપિયા છે.

દિલ્હી કેપિટલ્સની આગામી મેચોને ધ્યાનમાં રાખીને હવે ક્રિકેટરો માટે નવી વસ્તુઓનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે. દિલ્હીએ તેની આગામી મેચ ગુરુવારે બપોરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમવાની છે. માહિતી અનુસાર, જ્યારે વોર્નર, માર્શ, યશ ધુલ અને અન્ય ખેલાડીઓ દિલ્હીમાં તેમની હોટલ પહોંચ્યા, ત્યારે તેઓએ તેમની કીટ બેગ તપાસી હતી પરતું મળી આવી નથી.

Related post

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરે છે

SIR મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર:‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી…

SIR અને ચૂંટણી પંચના મુદ્દે ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, ‘બંધારણીય સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ’ હોવાનો ભાજપનો આક્ષેપ SIR…
૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *