
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાને પોલીસ ક્વાર્ટસમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
- Local News
- May 10, 2023
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જવાને પોતાના સરકારી ક્વોટર્સમાં આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસકર્મી સંજય પટેલનો મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ચીખલી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પીએસઓ તેમજ બીટ જમાદાર તરીકે ફરજ બજાવતો હતો. હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ પાછલા કેટલાક સમયથી બીમાર હતો. જેથી કંટાળીને હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સેવી રહ્યા છે. સુરત જિલ્લાના મહુવા પાસેના મૂળ રહેવાસી સંજય પટેલના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે.
હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ આપઘાતથી તેમના પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.પોલીસ હેડ કોન્સ્ટેબલના આત્મહત્યાથી ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને જિલ્લાના પોલીસ બેડામાં પણ શોક વ્યાપી ગયો છે.ચીખલી પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.