
તા.૧૩ મીએ સરકારી પોલીટેકનીક દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે માર્ગદર્શન આપશે
- Local News
- May 11, 2023
- No Comment
સરકારી પોલીટેકનીક દ્વારા રોજ ધોરણ-૧૨ પછીના ડિગ્રી એન્જિનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન તા.૧૩/૦૫/૨૦૨૩ ના રોજ સાંજે ૩-૦૦ થી પ-૦૦ વાગ્યા દરમિયાન સેન્ટ્રલ એકઝામિનેશન હોલ, એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એરૂ ચાર રસ્તા,નવસારી ખાતે રાખવામાં આવ્યું છે.
જેમાં પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા ચર્ચા અને માર્ગદર્શન આપશે. એન્જીનિયરીંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન શિબીરમાં ઉપસ્થિત રહેવા આચાર્ય સરકારી પોલીટેકનિક નવસારી દ્વારા જણાવાયું છે.