ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાયેલા અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ૪૨૮ લાભાર્થીઓએ ગૃહપ્રવેશ કર્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે ગાંધીનગરનાં મહાત્મા મંદિર ખાતેથી રાજ્યભરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ લાભાર્થીઓનો ગૃહપ્રવેશ માટે અમૃત આવાસોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત, નવસારી જિલ્લાના કુલ ૧૩૬ ગામડાઓના લાભાર્થીઓ અને ગ્રામજનોએ વન વે કનેક્ટિવિટથી જોડાઈ કાર્યક્રમને લાઈવ નિહાળ્યો હતો.

 

આ અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અન્વયે ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામની મુખ્ય પ્રાથમિક શાળા ખાતે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાની ઉપસ્થિતીમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ નવસારી જિલ્લામાં ગૃહપ્રવેશ મેળવનાર તમામ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે કોઇ પણ પરિવાર માટે પોતાની માલિકીનું ઘર હોવું એ સપનું હોય છે જે આજે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી અનેક પરિવારોનું સપનું પૂર્ણ થઇ રહ્યું છે.

આ પ્રસંગે માછીયાવાસણ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી જીગીષાબહેન પટેલે હર્ષની લાગણી સાથે જણાવ્યું કે પાકું ઘર બનાવવુ ખૂબ મુશ્કેલ હતું પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મદદથી આજે મને પોતાનું ઘર મળ્યું છે જે બદલ હું સરકારનો હ્દયપૂર્વક આભાર માનું છું.

નવસારી જિલ્લામાં કુલ ૧૩૬ ગામોમાં અમૃત આવાસોત્સવ કાર્યક્રમનું જીવંત પ્રસારણ લાઇવ નિહાળવા સાથે સાથે અગાઉ ગામે-ગામ પ્રભાતફેરી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કરી લાભાર્થીઓના ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવી હતી.

માછીયાવાસણ ગામમાં યોજાયેલ અમૃત આવાસોત્સવના જીવંત પ્રસારણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, ગણદેવી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, ગૃહપ્રવેશ મેળવનારા લાભાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત માછીયાવાસણ ગામના લાભાર્થીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો

અમારો પરિવાર પહેલા કાચા મકાનમાં રહેતો હતો. જેમાં ઘણી મુશ્કેલી પડતી હતી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી સમારકામ પણ શક્ય બનતું નહોતું. પરંતુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય મળતા અને અમારી થોડી બચત રકમ ઉમેરી અમે પાકું મકાન બનાવ્યું છે. જેનાથી અમારા પરિવારની મુશ્કેલીઓ દૂર થઇ છે તેવું માછીયાવાસણના રહેવાસી જીગીષાબહેન પટેલે જણાવ્યું હતું. હું મારા પરિવાર વતી વડાપ્રધાન તથા મુખ્યમંત્રીનો ર્હદયપૂર્વક આભાર વ્યકત કરૂ છું.

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાંવિત, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ચીખલી પ્રાંત અધિકારી અમિતભાઈ ચૌધરી, ચીખલી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.

નવસારીના જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતાએ માછીયાવાસણ ગામે ઉપસ્થિત રહેલા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી   

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *